આઇસીસી રૅન્કિંગમાં પુજારાને પછાડી સ્મિથ પહોંચ્યો ત્રીજા ક્રમાંકે

07 August, 2019 12:22 PM IST  | 

આઇસીસી રૅન્કિંગમાં પુજારાને પછાડી સ્મિથ પહોંચ્યો ત્રીજા ક્રમાંકે

ઍશિઝ સિરીઝની તાજતેરમાં રમાયેલી ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ યજમાન ટીમને ૨૫૧ રનને પછાડવામાં સફળતા મેળવી હતી. તેમની આ જીતમાં સ્ટીવન સ્મિથે પાયાનું કામ કર્યું હતું. બૉલ-ટેમ્પરિંગના વિવાદમાં ફસાયા બાદ ૧૨ મહિનાના બૅન પછી સ્મિથે પોતાની પહેલી ટેસ્ટ મૅચ રમી હતી અને શાનદાર બૅટિંગને કારણે આઇસીસી રૅન્કિંગમાં તેણે ભારતના ત્રીજા ક્રમાંકે રહેલા ચેતેશ્વર પુજારાને ચોથા ક્રમાંકે મોકલી પોતે ત્રીજો ક્રમાંક હાંસલ કરી લીધો છે.

આઇસીસીની નવી રૅન્કિંગ પ્રમાણે વિરાટ કોહલી ૯૨૨ પૉઇન્ટ સાથે નંબર વન છે, જ્યારે ૯૧૩ પૉઇન્ટ સાથે ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન કૅન વિલિયમસન બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને સ્ટીવન સ્મિથ ૯૦૩ પૉઇન્ટ અને ચોથા નંબરે ચેતેશ્વર પુજારા ૮૮૧ પૉઇન્ટ્સ ધરાવે છે.

આ પણ વાંચો: રવિ શાસ્ત્રી કોચપદે યથાવત્ રહે એવી પૂરી શક્યતા

બોલરોની શ્રેણીમાં ઑસ્ટ્રેલિયન સ્પિનર નૅથન લાયન નવ વિકેટ લઈને છ ક્રમનો ઉછાળો મારી ૧૩મા ક્રમાંકે પહોંચ્યો છે. જોકે પૅટ કમિન્સે ૮૯૮ પૉઇન્ટ્સ સાથે પોતાનો નંબર વન જાળવી રાખ્યો છે. સામા પક્ષે ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રોર્ડે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મૅચમાં પોતાની ૧૦૦મી ટેસ્ટ વિકેટ લીધી હતી. આઇસીસી રૅન્કિંગ પ્રમાણે તે ૭૧૩ પૉઇન્ટ્સ સાથે ૧૬મા ક્રમાંકે છે.

cricket news sports news