સ્ટીવ સ્મિથે એક હાથથી પકડ્યો એવો કેચ, સૌ કોઈ રહી ગયા જોતા

15 September, 2019 02:22 PM IST  |  લંડન

સ્ટીવ સ્મિથે એક હાથથી પકડ્યો એવો કેચ, સૌ કોઈ રહી ગયા જોતા

સ્ટીવ સ્મિથે એક હાથથી પકડ્યો એવો કેચ, સૌ કોઈ રહી ગયા જોતા

ઑસ્ટ્રેલિયાના મિડલ ઑર્ડર બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડની સામે એશિઝ સીરિઝમાં તોફાન મચાવ્યું છે. સ્ટીવ સ્મિથે હાલની ટેસ્ટ સીરિઝમાં એકલાએ જ 700 રન બનાવી લીધા છે. સાથે જ સ્ટીવ સ્મિથની વધુ એક ચીજ છે જે હાલ ચર્ચામાં છે. અને અમે વાત કરી રહ્યા છે તેન ફીલ્ડિંગની.

સ્ટીવ સ્મિથે પોતાની બેટિંગની સાથે ફીલ્ડિંગથી પણ એશિઝ સીરિઝમાં તહેલકો મચાવ્યો છે. સ્મિથે લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાઈ રહેલા એશિઝ સીરિઝના છેલ્લા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે એક એવો કેચ પકડ્યો જેને સૌ કોઈ જોતું રહી ગયું. સ્ટીવ સ્મિથે એક હાથથી સ્લિપમાં ઉભા રહીને ક્રિસ વોક્સનો કેચ પકડ્યો. જેને જોઈને ખુદ બેટ્સમેન અને સાથી ખેલાડીઓ દંગ રહી ગયા.


ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 87મી ઓવરમાં મિચેલ માર્ચ સામે ક્રિસ વોક્સ હતા, જે 6 રન બનાવીને બેટિંગ કરી રહ્યા હતા. ક્રિસ વોક્સે બોલને રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટના બહારના કિનારા પર લાગીને સ્લિપ તરફ જતી રહી, જ્યાં સ્ટીવ સ્મિથે હવામાં છલાંગ લગાવતા કેચ કરી લીધો. અને આવી રીતે ઈંગ્લેન્ડને સાતમો ઝટકો મળ્યો. જુઓ આ શાનદાર કેચનો વીડિયો.

આ પણ જુઓઃ હાર્દિક પંડ્યાની જેવા દેખાવું છે 'કૂલ', તો જાણો તેના સ્ટાઈલ સીક્રેટ

સ્ટીવ સ્મિથના આ કેચ પર કાંગારૂ ટીમના કેપ્ટન ટિમ પેને કહ્યું કે આ અનોખું છે. જણાવી દઈએ કે માર્ચ 2018 બાદ ઑગસ્ટ 2019માં સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં પાછા આવ્યા છે, જેમાં તેમણે સતત રન બનાવ્યા છે. આ દરમિયાન તેમનો સૌથી ઓછો સ્કોર એક ઈનિંગના 80 રન છે. સ્ટીવ સ્મિથે આ જ એશિઝમાં ડબલ સેન્ચ્યુરી પણ મારી છે અને તે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન છે.

steve smith test cricket