આર્ચરના બાઉન્સરને રમી ન શકનાર સ્મીથનો જીવ માંડ માંડ બચ્યો

19 August, 2019 11:52 AM IST  |  Lord's

આર્ચરના બાઉન્સરને રમી ન શકનાર સ્મીથનો જીવ માંડ માંડ બચ્યો

Lord's : ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ 2019ની સીરીઝ ચાલી રહી છે. જેમાં બીજી ટેસ્ટ વરસાદના કારણે ડ્રો તરફ જઇ રહી છે. ત્યારે બીજી મેચથી ટેસ્ટમાં ડેબ્યુ કરનાર જોફ્રા આર્ચર માટે દિવસ શાનદાર રહ્યો હતો. જોફ્રા આર્ચરે મેચ દરમ્યાન એવો બાઉન્સર બોલ નાખ્યો હતો તે ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્ટીવ સ્મીથને માથા પાસેના ભાગમાં વાગ્યો હતો અને તે તરત જ મેદાન પર ઢળી પડ્યો હતો અને ત્યાર બાદ તેને મેદાન છોડવું પડ્યું હતું.

 


સ્મીથને વાગેલા બોલની સ્પીડ 148 કિમી/કલાકની હતી
મેચમાં ચોથા દિવસે 71મી ઓવરના અંતિમ બોલ પર આર્ચરે સ્મિથને પહેલા બાઉન્સર ફેંકીને સ્મીથને ઘાયલ કર્યો હતો. તેમ છતાં સ્મિથ મેદાન પર ઉભો રહ્યો હતો. એક વખત ઘાયલ કર્યા બાદ આર્ચર રોકાયો ન હતો અને સ્મિથને સતત બાઉન્સર નાંખતો હતો. ઈનિંગની 77મી ઓવર દરમિયાન આર્ચરે નાંખેલો બાઉન્સર સ્મિથની ગરદન પર વાગ્યો અને તે જમીન પર સુઈ ગયો હતો. જોફ્રા આર્ચરે નાખેલો આ બોલની સ્પીડ 148 કિમી/કલાકની હતી. આ સ્પીડમાં આવતા બોલ પર સ્મીથ તરત જ મેદાન પર ઢળી પડ્યો હતો.

આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

આ ઘટના બાદ લોકો ગભરાઇ ગયા હતા
આ ઘટના જોઈ દરેક લોકો ગભરાઈ ગયા હતા અને મેદાન પર તાત્કાલિક ફિઝિયો દોડી આવ્યો હતો. જે સ્મિથને પેવેલિયન લઈ ગયો હતો. રિટાયર્ડ હર્ટ થવા પહેલા તેણે 80 રન બનાવ્યા હતા અને સાતમી વિકેટ પડ્યા બાદ પાછો મેદાનમાં રમવા ઉતર્યો હતો અને 92 રન બનાવી ક્રિસ વોક્સની ઓવરમાં આઉટ થયો હતો.

cricket news australia england steve smith