ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ 7,000 રન બનાવનાર બૅટ્સમૅન બન્યો સ્મિથ

01 December, 2019 11:38 AM IST  |  Adelaide

ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ 7,000 રન બનાવનાર બૅટ્સમૅન બન્યો સ્મિથ

સ્ટીવ સ્મિથ

(આઇ.એ.એન.એસ) ઑસ્ટ્રેલિયાના સ્ટાર પ્લેયર સ્ટિવન સ્મિથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 7,000 રન પૂરા કરી તે સૌથી ઝડપી આ આંકડો પાર કરનારો બૅટ્સમૅન બન્યો છે. તેણે પાકિસ્તાન વિરુદ્ધ ઍડિલેડ ખાતેની બીજી ટેસ્ટ મૅચમાં 23 રન પૂરા કરતાં ટેસ્ટ કરીઅરમાં 7,000 રનનો આંકડો વટાવ્યો હતો. સ્મિથ પોતાની 70 મી ટેસ્ટ અને 126 મી ઇનિંગ્સમાં આટલા રન પૂરા કરી શક્યો છે. અગાઉ ઇંગ્લૅન્ડના વોલી હેમોન્ડે 17 ઑગસ્ટ 1946 ના રોજ 131 ઇનિંગ્સમાં 7,000 રન કરીને રેકૉર્ડ બનાવ્યો હતો જે હાલમાં સ્મિથે તોડ્યો છે.

7,000 રન પૂરા કરનારા પ્લયેરોની યાદીમાં ભારતનો વીરેન્દર સેહવાગ ત્રીજા સ્થાને આવે છે. સેહવાગે 134 ઇનિંગ્સમાં આટલા રન પૂરા કર્યા હતા. માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે 136 ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન અચીવ કર્યો હતો. ગેરી સોબર્સ, કુમાર સંગાકરા અને વિરાટ કોહલી આ યાદીમાં પાંચમા સ્થાને આવે છે. તેમણે 7,000 રન સુધી પહોંચવા 138 ઇનિંગ્સ લીધી હતી.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ બીજા દિવસે ત્રણ વિકેટે 589 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. ટોટલ રનમાંથી ઓપનિંગ બૅટ્સમેન ડેવિડ વૉર્નરની નૉટઆઉટ 335 રનની ધમાકેદાર ઇનિંગ સામેલ હતી. માર્નસ લબુશેન 162 રને શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો.

cricket news steve smith australia