પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ

19 July, 2019 04:21 PM IST  |  પાકિસ્તાન

પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ

પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ રમવામાં આવશે ટેસ્ટ મેચ

પાકિસ્તાનમાં ક્રિકેટને ચાલુ કરવા માટે PCB પોતાના તરફથી તમામ પ્રયાસો કરી રહ્યું છે. વર્ષ 2009માં શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર થયેલા આતંકી હુમલા બાદ ત્યાં જવાથી દુનિયાની તમામ ટીમો કતરાઈ રહી છે. આ ઘટના બાદ કોઈ પણ દેશ ત્યાં જઈને ક્રિકેટ નથી રમવા માંગતો અને ત્યારથી અત્યાર સુધી ત્યાં કોઈ ટેસ્ટ મેચ નથી રમવામાં આવ્યો. પરંતુ હવે શ્રીલંકાની ટીમ ત્યાં એક ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર થઈ ગઈ છે. જેના માટે પીસીબીએ શ્રીલંકાની ક્રિકેટ ટીમના અધિકારીઓને પોતાની સુરક્ષા ટીમ પાકિસ્તાન મોકલવાનો આગ્રહ કર્યો છે. જે ત્યાં જઈને સુરક્ષાની સમીક્ષા કરશે.

જો કે આ પહેલી વાર નથી જ્યારે શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં મેચ રમવા જઈ રહી છે. આ પહેલા પણ વર્ષ 2018માં થિસારા પરેરાની આગેવાનીમાં શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં ટી-20 મેચ રમવા ગઈ હતી. શ્રીલંકા સિવાય વેસ્ટઈંડિઝ અને ઝિમ્બાબ્વેની ટીમે પણ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. સુરક્ષાના કારણોને લઈને કોઈ પાકિસ્તાનમાં રમવા નથી માંગતું. એવામાં ત્યાં શ્રીલંકા ટેસ્ટ મેચ રમવા જશે તો તેમને ક્રિકેટ ફરી શરૂ કરવાની આશાઓ જાગશે.

આ પણ વાંચોઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

પાકિસ્તાનના એક અખબારના પ્રમાણે શ્રીલંકા વચ્ચે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યૂએઈમાં ટેસ્ટ સીરિઝ રમાવાની છે. આ ટેસ્ટ સીરિઝમાં બે મેચ રમવામાં આવશે. જેમાંથી એક મેચ લાહોર કે કરાચીમાં રમવામાં આવશે. જો કે પીસીબી એ પ્રયાસ કરી રહ્યું છે કે બંને મુકાબલા પાકિસ્તાનમાં જ રમવામાં આવે પરંતુ હજુ તે મામલો કોઈ નિર્ણય નથી થયો.

pakistan sri lanka