શ્રીલંકાએ આપી વળતી લડત

25 March, 2021 12:25 PM IST  |  Antigua | Gujarati Mid-day Correspondent

વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટના ચોથા દિવસે લીધી લીડ

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિગુઆમાં રમાઈ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં માત્ર ૧૬૯ રનમાં ઑલઆઉટ થનારી શ્રીલંકાની ટીમે ચોથા દિવસે રમતાં બીજી ઇ​નિંગમાં સારી લડત આપી હતી તેમ જ પહેલા સેશનમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૧૧ ઓવરમાં 3૫૯ રન બનાવ્યા હતા. આમ કુલ ૨૫૭ રનની લીડ આપી હતી, જેમાં ધનંજય ડિસિલ્વા (૫૦) અને પથુમ નિસાન્કા વચ્ચે પાંચમી વિકેટ માટે ૭૦ રનની પાર્ટનરશિપ થઈ હતી. વેસ્ટ ઇન્ડીઝે પહેલી ઇ​નિંગમાં ૨૭૧ રન કર્યા હતા જેમાં રહકીમ કોર્નવોલે સૌથી વધુ ૬૧ રન બનાવ્યા હતા.

sports sports news cricket news test cricket west indies sri lanka