બીજી ઇનિંગમાં મજબૂત ઓપનિંગ શ્રીલંકા જીતથી 135 રન દૂર

18 August, 2019 09:34 AM IST  |  મુંબઈ

બીજી ઇનિંગમાં મજબૂત ઓપનિંગ શ્રીલંકા જીતથી 135 રન દૂર

ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મૅચ રોમાંચક મોડમાં પહોંચી ગઈ છે. ચોથા દિવસના ખેલની શરૂઆત ન્યુ ઝીલૅન્ડે પોતાની શેષ રહેલી પારીથી કરી, જેમાં તેઓ ૨૮૫ કરી ઑલઆઉટ થઈ ગયા હતા. શ્રીલંકન ટીમ બીજી ઇનિંગમાં ૨૬૮ રનના ટાર્ગેટને પ્રાપ્ત કરવા મેદાનમાં પહોંચી અને ટીમના બન્ને ઓપનિંગ બૅટ્સમેનોએ ધીર-ગંભીરતાથી ૫૦ ઓવરની રમત રમી જેમાં ૨.૬૬ રનના રનરેટથી ચોથા દિવસનો ખેલ સમાપ્ત થતાં પહેલાં તેમણે ૧૩૩ રન કર્યા હતા. શ્રીલંકાના કૅપ્ટન દિમુથ કરુણારત્ને અને લહિરુ થિરિમાને અનુક્રમે ૭૧ અને ૫૭ રન બનાવીને ક્રીઝ પર જામેલા છે.

આ પણ વાંચોઃ ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

આવતી કાલે મૅચના પાંચમા એટલે કે છેલ્લ દિવસે શ્રીલંકાને જીતવા માટે ૧૩૫ રનની જરૂર છે અને તેમની તમામ વિકેટ સુરક્ષ‌િત છે. શ્રીલંકાની પહેલી ઇનિંગમાં ન્યુ ઝીલૅન્ડનો એજાઝ પટેલ શ્રીલંકા પર ભારે પડ્યો હતો અને તેણે પાંચ વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. આ ટેસ્ટ મૅચના છેલ્લા દિવસે જીત કઈ ટીમની થાય છે એ ખરેખર જોવા જેવું હશે. જોકે શ્રીલંકાના ચાન્સ વધુ છે.

sri lanka new zealand sports news cricket news