શ્રીલંકા ક્રિકેટનો નવા સ્ટેડિયમનો પ્રોજેક્ટ સસ્પેન્ડ

23 May, 2020 05:11 PM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા ક્રિકેટનો નવા સ્ટેડિયમનો પ્રોજેક્ટ સસ્પેન્ડ

પ્રતિકાત્મક તસવીર

શ્રીલંકા ક્રિકેટે ૪૦,૦૦૦ બેઠકની ક્ષમતાવાળા સ્ટેડિયમના બાંધકામના પ્રોજેક્ટને હાલમાં સસ્પેન્ડ કરી દીધો છે. શ્રીલંકન સરકાર ક્રિકેટ બોર્ડ સાથે મળીને પોતાના દેશનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માગતી હતી. ૩૦૦થી ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેડિયમ આવતાં ત્રણ વર્ષમાં બનીને તૈયાર કરવાની યોજના હતી. પ્રાપ્ત જાણકારી મુજબ શ્રીલંકન સરકાર આ સ્ટેડિયમ બનાવવા માટે પ્રતિબદ્ધ ન હોવાથી યોજનાને સસ્પેન્ડ કરવામાં આવી છે. શ્રીલંકા ક્રિકેટના ભૂતપૂર્વ કપ્તાન માહેલા જયવર્દન અને એક્સ-આઇસીસી મૅચ-રેફરી રોશન મહાનામાએ સ્ટેડિયમના પ્રપોઝલની ટીકા કરી હતી. થોડા દિવસ અગાઉ આ બે હસ્તીઓ સાથે કુમાર સંગકારા, લસિથ મલિંગા અને સનથ જયસૂર્યા જેવા દિગ્ગજ પ્લેયરોની ઉચ્ચ સ્તરીય મીટિંગ યોજાઈ હતી જેમાં આ સ્ટેડિયમના પ્રપોઝલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આઇસીસીની આવનારી ઇવેન્ટ અને વર્લ્ડ કપ માટે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ આ સ્ટેડિયમને બાંધવા માગતી હતી. નવાઈની વાત એ છે કે હાલમાં શ્રીલંકામાં ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમાડવા માટે પૂરતી માત્રામાં સ્ટેડિયમ ઉપલબ્ધ છે અને આ વિશે માહેલા જયવર્ધનેએ સવાલો પણ ઊભા કર્યા હતા.

sports sports news cricket news sri lanka