સ્લો ઓવર-રેટ માટે શ્રીલંકાને દંડ

17 March, 2021 03:30 PM IST  |  Mumbai | Pratik Ghogare

બન્ને દેશો વચ્ચે હવે ૨૧ માર્ચથી બે ટેસ્ટ-મૅચની સિરીઝમાંની પહેલી ટેસ્ટ-મૅચ રમાશે.

સ્લો ઓવર-રેટ માટે શ્રીલંકાને દંડ

શ્રીલંકા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રીજી વન-ડેમાં સ્લો ઓવર-રેટને લીધે આઇસીસીએ શ્રીલંકાની ટીમને મૅચ ફીના ૪૦ ટકાનો દંડ કર્યો હતો. આ ઉપરાંત નિકોલસ પૂરનના આઉટ થયા બાદ તેના માટે અપમાનજનક શબ્દો બોલવા બદલ આઇસીસીએ દાનુષ્કા ગુણાથીલકાને ઠપકો આપ્યો હતો.
મૅચ રેફરી રિચી રિચર્ડસને આ દંડ લગાડ્યો હતો, જેનો શ્રીલંકન કૅપ્ટન દિમુથ કરુણારત્નેએ ભૂલ કબૂલીને સજાનો સ્વીકાર કર્યો હતો.
આ ઉપરાંત આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગની રમવા માટેની શરતોને આધીન રહી નિર્ધારીત સમયમાં બે ઓવર ઓછી નાખવા બદલ પણ શ્રીલંકાને બે પૉઇન્ટ્સનો દંડ ફટકારાયો હતો. ગુણાથીલકાના ગેરવર્તનને લીધે તેના ખાતામાં એક ડિમેરીટ પૉઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો હતો.
બન્ને દેશો વચ્ચે હવે ૨૧ માર્ચથી બે ટેસ્ટ-મૅચની સિરીઝમાંની પહેલી ટેસ્ટ-મૅચ રમાશે.

sports sports news cricket cricket news sri lanka