શ્રીલંકા 4 મહિનામાં બીજી વાર પાકિસ્તાનના પ્રવાસે, રમત મંત્રાલયની મંજુરી

29 November, 2019 04:02 PM IST  |  Sri Lanka

શ્રીલંકા 4 મહિનામાં બીજી વાર પાકિસ્તાનના પ્રવાસે, રમત મંત્રાલયની મંજુરી

શ્રીલંકાની ટેસ્ટ ક્રિકેટ ટીમ

શ્રીલંકાની ક્રિકેટ ટીમ ફરી પાકિસ્તાનના પ્રવાસે જશે. આ અંગેની જાહેરાત શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કરી દીધી છે. ડિસેમ્બર 2019માં પાકિસ્તાન ટીમ સાથે શ્રીલંકાની ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત બે ટેસ્ટ મેચ રમશે. આ સીરિઝ માટે શ્રીલંકાની ટેસ્ટ ટીમ 8 ડિસેમ્બરના રોજ પાકિસ્તાન જવા માટે રવાના થશે. શુક્રવારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ અંગે જાણકારી આપી હતી.

શ્રીલંકાની ટીમ 8 ડિસેમ્બરના રોજ પાકિસ્તાન જવા રવાના થશે
પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે પાકિસ્તાનમાં જ ક્રિકેટ રમવા માટે રાજી થયેલી શ્રીલંકાની ટીમ 8 ડિસેમ્બરના રોજ પાકિસ્તાન જવા રવાના થશે. જેને પગલે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે શુક્રવારે 16 સભ્યોની શ્રીલંકાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટેસ્ટ સીરિઝમાં શ્રીલંકા અને પાકિસ્તાન 2 ટેસ્ટ મેચ રમશે. જે ટેસ્ટ ચેમ્પિયનશિપ સીરિઝ અંતર્ગત રહેશે.


શ્રીલંકાના ખેલ મંત્રલાયે આપી મંજુરી
તમને જણાવી દઇએ કે શ્રીલંકાના રમત મંત્રાલયે શુક્રવારે પાકિસ્તાન જવા માટેની મંજુરી શ્રીલંકા ક્રિકેટ બોર્ડને આપી દીધી છે. આમ શ્રીલંકા 4 મહિનામાં સતત બીજીવાર પાકિસ્તાનના પ્રવાસે જશે. આ પહેલા સપ્ટેમ્બરમાં શ્રીલંકા ટીમે પાકિસ્તાનનો પ્રવાસે ખેડ્યો હતો. જેમાં બંને ટીમો ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચની સીરિઝ રમ્યા હતા. જોકે આ પ્રવાસ પાકિસ્તાનમાં સુરક્ષાને લઇને શ્રીલંકાનો આ પ્રવાસ ઘણા ચર્ચામાં અને વિવાદાસ્પદ રહ્યો હતો. જેમાં સીરિઝથી પહેલા શ્રીલંકાના સ્ટાર ખેલાડી લશીથ મલિંગા સહિત ઘણા સીનિયર ખેલાડીઓએ સીરિઝમાંથી પોતાનું નામ પરત ખેચી લીધું હતું.

પાકિસ્તાન પ્રવાસ માટે શ્રીલંકા ટીમમાં સીનિયર ખેલાડઓનો પણ સમાવેશ
પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરિઝમાં શ્રીલંકાની ટીમમાં સીનિયર ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દિમુથ કરૂણારત્નેને ટીમની કમાન સોપવામાં આવી છે. પાકિસ્તાનમાં રમાનાર ટેસ્ટ સીરિઝ માટે જાહેર થયેલી શ્રીલંકાની ટેસ્ટ ટીમ આ પ્રમાણે છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

પાકિસ્તાન પ્રવાસ માટે શ્રીલંકાની ટેસ્ટ ટીમ
દિમુથ કરૂણારત્ને (સુકાની), ઓશાડા ફર્નાન્ડો, કુસલ મેંડિસ, એંજેલો મેથ્યુસ, દિનેશ ચાંદીમલ, કુસલ પરેરા, લહિરૂ થિરિમને, ધનંજય ડિ સિલ્વા, નિરોશન ડિકવેલા, દિલરૂવાન પરેરા, લસિથ એમબુલડેનિયા, સુરંગા લકમલ, લહિરૂ કુમારા, વિશ્વા ફર્નાન્ડો, કસુન રજીતા અને લક્ષણ સંદાકન.

cricket news sri lanka pakistan