હોમ ગ્રાઉન્ડ પર પંજાબ સામે છેલ્લાં ૧૧ વર્ષથી અજેય રહ્યું છે હૈદરાબાદ

12 April, 2025 10:43 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદને હોમ ગ્રાઉન્ડ પર પંજાબ સામે માત્ર ૨૦૧૪માં હાર મળી છે, નવમાંથી આઠ મૅચમાં હોમ ટીમની થઈ છે જીત

પંજાબનો કૅપ્ટન શ્રેયસ ઐયર, હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ

IPL 2025ની ૨૭મી મૅચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં પંજાબ પોતાની જીતનો લય જાળવી રાખવાનો અને હોમ ટીમ હૈદરાબાદ શાનદાર વાપસીનો ટાર્ગેટ રાખશે. મબજૂત બોલિંગ અને બૅટિંગ-યુનિટ ધરાવતી બન્ને ટીમના પ્લેયર્સ જો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો આ મૅચમાં અનેક રેકૉર્ડ તૂટી શકે છે. પૅટ કમિન્સની ટીમ હૈદરાબાદ પર સળંગ પાંચમી હારનો ખતરો છે, જ્યારે પંજાબ પોતાનો કૅપ્ટન શ્રેયસ ઐયર ફૉર્મમાં પરત ફરવાની આશા રાખશે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં હૈદરાબાદ હરીફ ટીમ પંજાબ પર હંમેશાં ભારે રહ્યું છે. છેલ્લી ૧૦ મૅચમાં પણ હૈદરાબાદ માત્ર એક વાર પંજાબ સામે હાર્યું છે. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે ૯ મૅચ રમાઈ છે જેમાંથી પંજાબ માત્ર ૨૦૧૪માં એકમાત્ર જીત મેળવી શક્યું છે. પંજાબ આજે આ સ્ટેડિયમમાં અગિયાર વર્ષ બાદ હોમ ટીમને હરાવીને પોતાનો રેકૉર્ડ સુધારવાનો પ્રયાસ કરશે.

હેડ ટુ હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૨૩

SRHની જીત

૧૬

PBKSની જીત

૦૭

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રન-રેટ

પૉઇન્ટ

ગુજરાત

+૧.૪૧૩

દિલ્હી

+૧.૨૭૮

૮ 

કલકત્તા

+૦.૮૦૩

૬ 

બૅન્ગલોર  

+૦.૫૩૯

પંજાબ

+૦.૨૮૯

લખનઉ

+૦.૦૭૮

રાજસ્થાન 

-૦.૭૩૩

મુંબઈ

-૦.૦૧૦

ચેન્નઈ

-૧.૫૫૪

હૈદરાબાદ 

-૧.૬૨૯

મૅચનો સમય
સાંજે ૭.૩૦ વાગ્યાથી

indian premier league IPL 2025 punjab kings sunrisers hyderabad cricket news sports news sports