સચિનનો જન્મદિવસ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવો જોઈએ: શ્રીસંત

25 April, 2020 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સચિનનો જન્મદિવસ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવો જોઈએ: શ્રીસંત

ફાઈલ તસવીર

ક્રિકેટના ભગવાના ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ગઈકાલે એટલે કે 24 એપ્રિલ 47મો બર્થ ડે ઉજવ્યો હતો. ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ક્રિકેટરને દેશ-વિદેશના જાણીતા ક્રિકેટરોએ શુભેચ્છા પાઠવી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંતે પણ સચિનને શુભેચ્છા પાઠવી હતી અને તેના અંગે કેટલીક વાતો ફેન્સ સાથે શેર કરી હતી.

શ્રીસંતે 'હેલો' એપ પર ફેન્સ સાથે વાત કરતાં જણાવ્યું કે, સચિનનો જન્મદિવસ ક્રિકેટનો સૌથી મોટો દિવસ હોય છે અને તેને સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવવો જોઈએ. તેણે એમ પણ કહ્યું કે, સચિને તેને એક બેટ આપ્યું હતું. જેને તે ઘરના મંદિરમાં રાખે છે. સચિને શ્રીસંતને આપેલા બેટિંગ ગ્લોવઝ પણ આપ્યા હતા, જે હજુ સુધી તેની પાસે છે.

દેશ જ્યારે કોરોના વાયરસની મહામારીમાંથી મસાર થઈ રહ્યો છે ત્યારે ભારતના આ મહાન ક્રિકેટરે કોરોના વોરીયર્સને માન આપવા જન્મદિવસની ઉજવણી નહોતી કરી અને 12,000 ડોક્ટર્સ સાથે વાતચીત કરી હતી.

શ્રીસંતે એમ પણ કહ્યું કે, હું નસીબદાર છું કે સચિન સાથે મને રમવાનો મોકો મળ્યો. તે ઘણા સારા વ્યક્તિ છે, નવા ખેલાડીઓની હંમેશા મદદ કરે છે અને તેમનું મનોબળ પણ વધારે છે. તેમની સલાહ હંમેશા કામ આવે જ છે, વું લાગે છે કે જાણે તે ક્રિકેટ માટે જ જન્મયા હોય. રોહિત શર્માની બેવડી સદીમાં પણ સચિને મહત્વની ભૂમિકા ભજવી હોવાનું શ્રીસંતે કબુલ્યું હતું.

શ્રીસંતે ખુલાસો કર્યો કે, મને પોન્ટિંગને બોલિંગ કરવામાં ડર લાગતો હતો. ત્યારે સચિને મારું મનોબળ વધાર્યું હતું અને તેનાથી મને ઘણી મદદ મળી હતી. એટલું જ નહીં સચિને મને  ક્રિકેટ સિવાય પણ જીવનમાં કામ આવે તેવી અનેક સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે, તું જે છે તે જ રહે. દુનિયા માટે બદલાવવાની જરૂર નથી. દેશ અને પરિવાર હંમેશા પહેલા આવે છે અને પછી બીજું બધું.

જે દિવસે સચિને ક્રિકેટને અલવિદા કહ્યું ત્યારે એ ક્ષણે મને એમ થયું હતું કે જાણે વર્લ્ડકપ હારી ગયા હોય, તેમ શ્રીસંતે કહ્યું હતું.

sports sports news cricket news sachin tendulkar s sreesanth sreesanth