18 ફેબ્રુઆરીએ થઈ શકે છે IPL 2021નું ઑક્શન, BCCIએ આપી જાણકારી

23 January, 2021 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

18 ફેબ્રુઆરીએ થઈ શકે છે IPL 2021નું ઑક્શન, BCCIએ આપી જાણકારી

આકાશ અંબાણી

ભારતીય ક્રિકેટ બોર્ડ અધિકારીએ જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સીઝન માટે ખેલાડીઓનું મિની ઑક્શન શુક્રવારે 18 ફેબ્રુઆરીએ થઈ શકે છે. જોકે એ માટે હજી સુધી સ્થળ નક્કી નથી થયું. આઇપીએલની આગામી સીઝન ભારતમાં રમાડવી કે ગઈ સીઝનની જેમ યુએઈમાં એ વિશે પણ ક્રિકેટ બોર્ડે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. જોકે તેમના પ્રયત્નો ઘરઆંગણે રમાડવાના છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ (BCCI)ની બહુચર્ચિત ટી20 ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગના 14માં એડિશનથી પહેલા થનારી ખેલાડીઓના ઑક્શનની તારીખ સામે આવી ગઈ છે. બીસીસીઆઈએ આ વાતની જાણકારી આપી છે, કે આ વર્ષેના હરાજી 18 ફેબ્રુઆરીએ થઈ શકે છે. જો કે, તે ક્યાં કરવામાં આવશે તે અંગે હજુ સુધી કંઈ નક્કી કરાયું નથી.

પીટીઆઈ સાથે વાત કરતા બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષની હરાજી 18 ફેબ્રુઆરીએ યોજાશે. તે ક્યાં કરવામાં આવશે એના આયોજન સ્થળનો નિર્ણય હજી બાકી છે.

બીસીસીઆઈ તરફથી ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ આઠ ફ્રેન્ચાઈઝી ટીમોને 20 જાન્યુઆરી સુધી રિટેન અને રિલીઝ કરનારા ખેલાડીઓની લિસ્ટ જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. તમામ ટીમોએ કુલ 57 ખેલાડીઓને રિલીઝ કર્યા જ્યારે બાકીના મહત્વ ખેલાડીઓને ટીમની સાથે રાખવાનો નિર્ણય લીધો હતો.

આઇપીએલની 13 મી સીઝન યુએઈમાં યોજાઇ હતી. આ વર્ષે યોજાનારી ટૂર્નામેન્ટ અંગે બૉર્ડ દ્વારા હજી સુધી કંઈ કહ્યું નથી. કોરોના રોગચાળા નિર્ણયને લીધે છેલ્લી માર્ચમાં થનારી ટૂર્નામેન્ટના આયોજનને મુલતવી રાખવામાં આવી હતી. તે સપ્ટેમ્બરમાં ભારતની બહાર યૂએઇમાં રમાઈ હતી.

indian premier league ipl 2020 cricket news sports news