ફેફ ડુ પ્લેસીને આવ્યા તમ્મર

14 June, 2021 03:50 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાના ખેલાડી ફેફ ડુ પ્લેસી હૉસ્પિટલમાંથી હોટેલમાં પાછુ ફરતા ક્રિકેટ પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

સાથી ખેલાડી મોહમ્મદ હસનેસ સાથે ટક્કર બાદ ફેફ ડુ પ્લેસી.

સાઉથ આફ્રિકાના ખેલાડી  ફેફ ડુ પ્લેસી હૉસ્પિટલમાંથી હોટેલમાં પાછુ ફરતા ક્રિકેટ પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો છે. શનિવારે અબુ ધાબીમાં રમાતી પાકિસ્તાન પ્રિમિયર લીગની પેશાવર ઝલ્મી સામેની મૅચમાં બાઉન્ડ્રી અટકાવવાના પ્રયાસમાં ક્વેટા ગ્લેડીયર્સના પોતાના સાથી ખેલાડી મોહમ્મદ હસનેન સાથે અથડાયા બાદ એને તમ્મર આવી ગયા હતા. આ ઘટના બાદ થોડીક મિનિટો સુધી તે ગ્રાઉન્ડ પર જ સૂઈ રહ્યો હતો. ટીમના ફિઝીયોએ આપેલી સારવાર બાદ તે ટીમના ડગઆઉટમાં પરત ફર્યો અને ત્યાંથી સ્કેન માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાંથી પરત આવ્યા બાદ એણે ટ્વીટ કરીને તમામનો આભાર માન્યો હતો. 

andre russell cricket news sports sports news faf du plessis