સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ ૧૦ વિકેટે જીતી લઈને કર્યો શ્રીલંકાનો વાઇટવૉશ

06 January, 2021 04:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ ૧૦ વિકેટે જીતી લઈને કર્યો શ્રીલંકાનો વાઇટવૉશ

મૅન ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ ડીન એલ્ગર

જોહનિસબર્ગમાં રમાયેલી શ્રીલંકા સામેની બીજી અને છેલ્લી ટેસ્ટ મૅચ ગઈ કાલે ત્રીજા જ દિવસે સાઉથ આફ્રિકાએ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આ સાથે સિરીઝ ૨-૦થી જીતી લઈને આફ્રિકાએ શ્રીલંકાનો વાઇટવૉશ કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં શ્રીલંકા ગઈ કાલે કૅપ્ટન દિમુથ કરુણારત્ને (૧૦૩ રન)ની લડાયક સેન્ચુરી છતાં ૨૧૧ રન જ બનાવી શકી હતી અને સાઉથ આફ્રિકાને જીતવા માટે ૬૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે સાઉથ આફ્રિકાએ ૧૩.૨ ઓવરમાં વિના વિકેટે મેળવી લીધો હતો. પહેલી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર સાઉથ આફ્રિકન ઓપનર ડીન એલ્ગર મૅન ઑફ ધ મૅચ તથા પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.

sports sports news south africa sri lanka test cricket