સાઉથ આફ્રિકાનો પ્રથમ ટેસ્ટમાં ઘાયલ લંકનો થયો વિજય

30 December, 2020 02:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાનો પ્રથમ ટેસ્ટમાં ઘાયલ લંકનો થયો વિજય

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મૅચ ગઈ કાલે ચોથા દિવસે યજમાન સાઉથ આફ્રિકાએ એક ઇનિગ્સ અને ૪૫ રનથી જીતી લીધી હતી. આ સાથે સાઉથ આફ્રિકાએ બે ટેસ્ટની સિરિઝમાં ૧-૦ની લીડ લીધી હતી. પહેલી ઇનિગ્સના સાઉથ આફ્રિકાએ મૅન ઑફ ધ મૅચ ફૅફ ડુ પ્લેસીસની ૧૯૯ રનની કરિયર બેસ્ટ ઇનિગ્સના જોરે ૨૨૫ રનની લીડ લીધી હતી. પાંચ-પાંચ ખેલાડીઓની ઇન્જરીથી પરેશાન શ્રીલંકન ટીમ બીજે ઇનિગ્સમાં ૧૮૦ રનના ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇન્જર્ડ ખેલાડી ધનંજય ડિસિલ્વા બેટીંગ કરવા નહોતો આવી શક્યો. આ જીત સાથે સાઉથ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશીપમાં ૬૦ પૉઇન્ટ મળ્યા હતાં. બીજી ટેસ્ટ ત્રીજી જાન્યીઆરીથી જૉહનસીબર્ગમાં રમાશે.

sports sports news cricket news south africa sri lanka