ભારતની પિચોને લઇને આફ્રિકા ક્યારેય ફરિયાદ નહીં કરે : માર્કરામ

26 September, 2019 08:30 PM IST  |  Mumbai

ભારતની પિચોને લઇને આફ્રિકા ક્યારેય ફરિયાદ નહીં કરે : માર્કરામ

એડમ માર્કરામ

Mumbai : દક્ષિણ આફ્રિકાના ઓપનર એડન માર્કરામે કહ્યું હતું કે, ભારત સામેની ત્રણ ટેસ્ટની સીરિઝમાં તેની ટીમની આકરી પરીક્ષા થશે. તે સાથે જ તેનું માનવું છે કે તેની ટીમ આ પડકાર માટે તૈયાર છે અને સારો દેખાવ કરવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. 2015 માં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તેઓ 2006 પછી પ્રથમ વાર વિદેશમાં સીરિઝ હાર્યા હતા. ભારતે તૈયાર કરેલી સ્પિન ફ્રેન્ડલી પિચો પર તેઓ આઠ ઇનિંગ્સમાં માત્ર એક વાર 200થી વધુનો આંક વટાવી શક્યા હતા. દ.આફ્રિકાના ઓપનરે કહ્યું હતું કે તેની ટીમ પિચ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં કરે.


2015માં નાગપુર ખાતેની બીજી ટેસ્ટમાં તેઓ માત્ર 79 રનમાં ઓલઆઉટ થયા હતા. તે સીરિઝને યાદ કરતા માર્કરામે કહ્યું કે, મને યાદ છે કે મેં તે સીરિઝ જોઈ હતી. બેટિંગ કરવી અશક્ય લાગતી હતી. હું સમજુ છું કે તે ટીમના સદસ્યો હજી તેમાંથી સંપૂર્ણપણે બહાર નહીં આવ્યા હોય અને તે વ્યાજબી છે. ભારત જ નહી, સબકોન્ટિનેન્ટ પર રમવું હંમેશા અઘરું હોય છે. જો અમે પડકારનો સામનો કરીએ અને પોતાનું બધું આપીએ તો પરિણામ પણ સારું જ આવશે.

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

પિચોને લઈને ફરિયાદ નહીં કરીએ : માર્કરામ
માર્કરરામ અને ફાસ્ટ બોલર વર્નોન ફિલેન્ડર તાજેતરમાં દક્ષિણ આફ્રિકા-A વતી ભારત-A સામેની બે ટેસ્ટની સીરિઝમાં રમ્યા હતા. બીજી ટેસ્ટમાં માર્કરામે શાનદાર બેટિંગ કરતા 161 રન ફટકાર્યા હતા અને મેચો ડ્રો કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. માર્કરામે કહ્યું હતું કે, ટેસ્ટમાં રમીને સારો એવો અનુભવ મળ્યો. જોકે મારુ માનવું છે કે ભારત સામેની સીરિઝમાં પિચો એકદમ અલગ હશે. અમે અહિયાં ક્રિકેટ રમવા આવ્યા છીએ અને ગમે તેવા પડકાર માટે તૈયાર છીએ. અમને ખબર છે કે અમને કેવા પ્રકારની પિચો પર રમવા મળશે અને અમે તેના માટે તૈયાર છીએ. અમે પિચોને લઈને કોઈ પણ પ્રકારની ફરિયાદની કરીએ. ભારત અને દક્ષિણ આફ્રિકા 2 ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમ ખાતે પ્રથમ ટેસ્ટ રમશે.

cricket news south africa team india