બાબરે વિરાટ અને અમલાને પછાડ્યા

04 April, 2021 11:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મૅન ઑફ ધ મૅચ બનનાર બાબરની આ વન-ડે કરીઅરની ૧૩મી સેન્ચુરી હતી

શુક્રવારે સેન્ચુરી કર્યાં બાદ અલ્લાહનો આભાર માની રહેલો બાબર આઝમ

શુક્રવારે રાતે પ્રથમ વન-ડેમાં શાનદાર સેન્ચુરી ફટકારીને પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે ટીમને પ્રથમ વન-ડેમાં જીત અપાવવાની સાથે સિરીઝની શુભ શરૂઆત કરાવી આપી હતી. મૅન ઑફ ધ મૅચ બનનાર બાબરની આ વન-ડે કરીઅરની ૧૩મી સેન્ચુરી હતી. આ સાથે તેણે સૌથી ઝડપી ૭૮ ઇનિંગ્સમાં ૧૩ વન-ડે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બનીને સાઉથ આફ્રિકાના હાશીમ અમલા અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. આ બાબતે અત્યાર સુધી અમલા ૮૩ ઇનિંગ્સ સાથે રેકૉર્ડ ધરાવતો હતો અને વિરાટ ૮૬ ઇનિંગ્સ સાથે બીજા નંબરે હતો.

મેન્સ ક્રિકેટમાં ભલે બાબરના નામે રેકૉર્ડ બની ગયો હોય, પણ મહિલા ક્રિકેટ સાથે સરખામણી કરીએ તો હજી વર્લ્ડ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયન મહિલા ટીમની કૅપ્ટન મૅગ લેનિંગના નામે જ છે. તેણે માત્ર ૭૬મી ઇનિંગ્સમાં ૧૩મી વન-ડે સેન્ચુરી ફટકારી છે.

sports sports news cricket news south africa pakistan babar azam