ઇન્ડિયાના પ્રવાસ બાદ સાઉથ આફ્રિકાની ટીમ સેલ્ફ આઇસોલેશનમાં

19 March, 2020 04:20 PM IST  |  Mumbai Desk | IANS

ઇન્ડિયાના પ્રવાસ બાદ સાઉથ આફ્રિકાની ટીમ સેલ્ફ આઇસોલેશનમાં

ઇન્ડિયાના પ્રવાસ બાદ સાઉથ આફ્રિકાની ટીમ સેલ્ફ આઇસોલેશનમાં જઈ રહી છે. ભારત સાથે સાઉથ આફ્રિકાની ત્રણ વન-ડે મૅચની સિરીઝ રદ કરાયા બાદ સાઉથ આફ્રિકન ટીમ પોતાના વતન ગઈ કાલે પહોંચી ગઈ હતી. મૅચ કૅન્સલ થયા બાદ તેઓ કલક્તામાં રોકાયા હતા અને ત્યાંથી તેમણે દુબઈ થઈ સાઉથ આફ્રિકાની ફ્લાઇટ પકડી હતી. બે દેશમાં પ્રવાસ કર્યો હોવાથી તેમણે પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના ચીફ મેડિકલ ઑફિસર શોએબ મંજરાએ આ વિશે કહ્યું કે ‘અમે દરકે પ્લેયરને ઓછામાં ઓછા ૧૪ દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેવાની અને લોકોથી દૂર રહેવાની સલાહ આપી છે. વિશ્વસ્તરે જાહેર થયેલી ગાઇડલાઇન્સ પ્રમાણે લોકોની સુરક્ષા માટે આમ કરવું યોગ્ય છે. આ સમયગાળા મુજબ જો તેમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય કે રોગની અસર જોવા મળે તો અમે એ બાબતે ચોક્કસ મદદ કરવા તૈયાર છીએ.’

sports sports news cricket news south africa coronavirus covid19