✕

આજે કેપટાઉનમાં નિર્ણાયક મૅચ અને ટેસ્ટ-સિરીઝ જીતવા ઑસ્ટ્રેલિયાને સાઉથ આફ્રિકાએ ૨૮૮ રનનો ટાર્ગેટ આપ્યો

31 October, 2026 09:36 AM IST  |  Captown | Gujarati Mid-day Correspondent

શતકવીરો રાયન રિકલ્ટને અને વિઆન મલ્ડરે છઠ્ઠી વિકેટ માટે ૧૫૪ રનની ભાગીદારી કરી, બીજી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકા ૩૮૭ રને ઑલઆઉટ.

સાઉથ આફ્રિકા માટે છઠ્ઠી વિકેટની ૩૧૯ બૉલમાં ૧૫૪ રનની ભાગીદારી કરી હતી રાયન રિકલ્ટને અને વિઆન મલ્ડરે

કેપટાઉનમાં આજે નિર્ણાયક ટેસ્ટ-મૅચના રિઝલ્ટ સાથે ૧-૧થી લેવલ થયેલી ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝનો વિજેતા મળશે. આજે પાંચમા દિવસે ઑસ્ટ્રેલિયાને ટેસ્ટ-મૅચ જીતવા માટે ૨૮૮ રનનો ટાર્ગેટ મળ્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૩૨૯-૧૦નો સ્કોર કરનાર સાઉથ આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં ૧૩૪.૪ ઓવર રમીને ૩૮૭-૧૦ના સ્કોર સાથે ૨૮૭ રનની લીડ મેળવી હતી. પહેલી ઇનિંગ્સમાં ૪૨૯-૧૦નો સ્કોર કરનાર ઑસ્ટ્રેલિયા ૨૦૦૨માં આ મેદાન પર સાઉથ આફ્રિકા સામે જ હાઇએસ્ટ ૩૩૧ રનનો ટાર્ગેટ ચેઝ કરીને જીત્યું છે.

ચોથા દિવસે ૧૪૦-૪ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારનાર સાઉથ આફ્રિકાએ છઠ્ઠી વિકેટની ૧૫૪ રનની ભાગીદારી સાથે મોટો સ્કોર ઊભો કર્યો હતો. રાયન રિકલ્ટને ૨૧૯ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૧૦૧ રન કર્યા હતા. વિઆન મલ્ડરે ૧૦ ફોર, ૪ સિક્સની મદદથી ૨૨૧ બૉલમાં શાનદાર ૧૧૫ રનની ઇનિંગ્સ રમી હતી.

બાવન રનમાં યજમાન ટીમે અંતિમ પાંચ વિકેટ ગુમાવી હતી. આઠ બોલિંગ વિકલ્પોમાંથી મિચલ સ્ટાર્કને ત્રણ વિકેટ, પૅટ કમિન્સ અને નૅથન લાયનને બે-બે વિકેટ તથા જૉશ હેઝલવુડને ૧ વિકેટ મળી હતી. બે બૅટર્સ રન-આઉટ થયા હતા.

south africa australia cape town test cricket cricket news sports news sports