બોલરના બૂટને વાગીને આવેલા બૉલમાં પ્લેયર થયો રનઆઉટ

06 December, 2021 01:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બૉલ તેના બૂટને વાગ્યા બાદ ઊછળીને નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પરના સ્ટમ્પ્સ તરફ ગયો હતો

પ્લેયર થયો રનઆઉટ

બ્લૂમફોન્ટેનમાં રમાયેલી બિનસત્તાવાર ટેસ્ટમાં સાઉથ આફ્રિકા ‘એ’નો છેલ્લો પૂંછડિયો બૅટર ગ્લેન્ટન સ્ટરમૅન વિચિત્ર સંજોગોમાં આઉટ થયો હતો. ઇન્ડિયા ‘એ’ના ઈશાન પોરેલ બૉલ ફેંક્યા પછી ફૉલો-થ્રૂમાં ગયો ત્યારે બૅટર માર્કો જેન્સનના શૉટમાં બૉલ પોરેલ તરફ આવ્યો ત્યારે પોરેલે બૉલને રોકવા પગ વચ્ચે નાખ્યો હતો. બૉલ તેના બૂટને વાગ્યા બાદ ઊછળીને નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પરના સ્ટમ્પ્સ તરફ ગયો હતો. નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પરથી ક્રીઝની બહાર દોડવાના પ્રયત્ન બાદ સ્ટરમૅન પાછો ક્રીઝમાં તો પહોંચ્યો, પરંતુ એકાગ્રતા ગુમાવ્યા બાદ ફરી જરા ક્રીઝની બહાર આવી ગયો હતો અને જેન્સન સામે જોવા લાગ્યો ત્યાં તો પોરેલના પગને વાગીને આવેલો બૉલ સ્ટમ્પ્સ પર આવી જતાં બેલ્સ ઊડી ગઈ હતી. બેલ્સ ઊડી ત્યારે સ્ટરમૅનનું બૅટ જરા ઊંચું હતું. અપીલ થતાં અમ્પાયરે સ્ટરમૅનને આઉટ આપ્યો હતો.

sports sports news cricket news