સ્થાનિક ક્રિકેટરોની દિવાળી, ગાંગુલી જલ્દી લાગુ કરશે વાર્ષિક કરાર સિસ્ટમ

29 October, 2019 08:42 PM IST  |  Mumbai

સ્થાનિક ક્રિકેટરોની દિવાળી, ગાંગુલી જલ્દી લાગુ કરશે વાર્ષિક કરાર સિસ્ટમ

સૈરવ ગાંગુલી (File Photo)

Mumbai : ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની સૌરવ ગાંગુલી હવે BCCI ના સુકાની બની ગયા છે. ત્યારે સુકાની પદ સંભાળ્યા બાદ જ સૌરવ ગાંગુલીએ સ્થાનીક ક્રિકેટરો માટે દિવાળી ભેટ આપવાનું વિચારી રહ્યા છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં સ્થાનીક ક્રિકેટરોને આર્થિક રીતે ઘણી મદદ મળી શકે છે. સૌરવ ગાંગુલીએ સોમવારે એક ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ઘરેલુ ક્રિકેટર્સ માટે આર્થિક સ્થિતિ મહત્વપૂર્ણ છે. સ્થાનિક ક્રિકેટરોની મેચ ફીસને લઇને મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે.


આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની જેમ સ્થાનિક ક્રિકેટરોનું પણ વાર્ષિક પગાર થશે
BCCI ના અધ્યક્ષ દેશના ટોપ ઈન્ટરનેશનલ ક્રિકેટર્સ માટે વાર્ષિક કોન્ટ્રાકટ સિસ્ટમની જેમ સ્થાનિક ક્રિકેટરો માટે એક સુરક્ષિત અને વ્યવસ્થિત પેમેન્ટ સિસ્ટમ લાવવા માંગે છે. ગાંગુલીએ કહ્યું, અમે પ્રથમ શ્રેણીના ક્રિકેટરો માટે એક સિસ્ટમ લાવીશું. અમે નવી નાણાંકીય સમિતિને એક કોન્ટ્રાકટ સિસ્ટમ તૈયાર કરવા માટે કહીશું.


નવી સિસ્ટમને અમલમાં લાવતા હજુ સમય લાગશે
સૌરવ ગાંગુલીએ વધુમાં કહ્યું કે હાલ મને પદ સંભાળ્યો થોડા જ દિવસો થયા છે અને અત્યારે હું સિસ્ટમને સમજી રહ્યો છું. નવી સિસ્ટમને કઇ રીતે આગળ લઇ જવી અને કઇ રીતે અમલમાં મુકવી જેથી ક્રિકેટરોને કોઇ અડચણ ન થાય તેના માટે 2 થી 3 સપ્તાહ લાગશે.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

હાલ સ્થાનિક ક્રિકેટરો વાર્ષિક 25-30 લાખ કમાય છે
અત્યારના સ્થાનિક ક્રિકેટરોની વાત કરીએ તો તેને ક્રિકેટર વાર્ષિક 25થી 30 લાખ રૂપિયા કમાય છે. તેણે કેટલી મેચ રમી, તેના આધાર પર નક્કી કરવામાં આવે છે. પ્રથમ કેટેગરીમાં એક મેચ માટે 35 હજાર રૂપિયા ફી તરીકે આપવામાં આવે છે. તેમાં રોજના ભથ્થાને સામેલ કરવામાં આવતા નથી. સાથે જ ઘરેલું ક્રિક્રેટર્સમાં પ્રસારણ અધિકારોથી બીસીસીઆઈને મળેલી રેવન્યુના 13 ટકાનું વિતરણ કરવામાં આવે છે.

cricket news sourav ganguly board of control for cricket in india