BCCI નું સંવિધાન બદલાશે તો સૌરવ ગાંગુલીની ખુરશી મુશ્કેલીમાં મુકાશે

12 November, 2019 05:20 PM IST  |  Mumbai

BCCI નું સંવિધાન બદલાશે તો સૌરવ ગાંગુલીની ખુરશી મુશ્કેલીમાં મુકાશે

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હાલ લોઢા કમીટી દ્વારા બનાવવામાં આવેલા સંવિધાનને બદલાવવાની યોજના કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી લોઢા કમીટીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ગોપાલ શંકરાનારાયણે મહત્વની ભુમીકા ભજવી હતી. ગોપાલ શંકરે આ અંગે બીસીસીઆઇના સંવિધાનમાં બદલાવના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી અને સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનો મજાક કરવા બરાબર બતાવ્યું હતું.


ગોપાલ શંકરને એવું લાગી રહ્યું છે કે આ મામલામાં હવે સુપ્રીમ કોર્ટની ભુમિકા મહત્વની હશે અને આ કેસમાં તેમણે મહત્વનો નિર્ણય લેવો પડશે. જેથી બીસીસીઆઇના મહત્વના સંવિધાનને તૈયાર કરવામાં આવેલી મહેનત વ્યર્થ ન જાય.

ગોપાલ શંકરે ESPN સાથે વાત કરતા જણાવ્યું કે, ‘જો તેમાં બદલાવ કરવામાં આવે તો તેને પડકાર નથી આપી શકાતો. એટલા માટે તેને સુપ્રીમ કોર્ટની મજાક બનાવવા જેવું ગણી શકાય. ગત શનિવારે નવા સંવિધાનમાં બદલવાના પ્રસ્તાવ ત્યારે સામે આવ્યો જ્યારે બીસીસીઆઇના નવા સચિવ જય શાહે 1 ડિસેમ્બરની જનરલ મીટીંગનો એજન્ડા જણાવ્યો. સૌથી મહત્વનો બદલાવ હાલ ચર્ચામાં છે કે ‘અધિકારીઓના કુલીંગ ઓફનો સમય’. આ નિર્ણયને હટાવવા માટે અથવા સંવિધાનમાં કોઇ બદલાવ લાવવા મેટ સર્વોચ્ચ અદાલતની મંજુરી લેવી જરૂરી હોય છે.

ગોપાલ શંકરનારાયણ એપેક્સ કોર્ટ દ્વારા 2015માં બનાવવામાં આવેલી લોઢા કમીટીના સચિવ હતા. તેણે વધુમાં કહ્યું કે, ‘જ્યા સુધી ક્રિકેટ પ્રશાસન અને સંવિધાનમાં બદલાવનો પ્રશ્ન છે તો આ સંપુર્ણ રીતે પરત ફરવા જેવું છે. જે ખરેખર મહત્વનો બદલાવ છે તેને એમનામ રહેવા દેવો જોઇએ.

આ પણ જુઓ : જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

ગોપાલ શંકરનારાયણમના જણાવ્યા અનુસાર જો ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા સંવિધાનમાં બદલાવ કરશે તો તેને પડકાર આપવામાં આવશે. તેણે આ મામલે કહ્યું કે, ‘તે એવું કરવાની કોશિશ કરશે તો હવે સુપ્રીમ કોર્ટથી તેમને (બીસીસીઆઇના સંવિધાન) બદલાવ કરવા માટે પરવાનગીની જરૂરત નહી હોય.

cricket news sourav ganguly team india board of control for cricket in india