ગાંગુલી-કોહલી-શાસ્ત્રીએ સતત સારું કામ કરતા રહેવું જોઈએ : સચિન તેન્ડુલકર

22 November, 2019 02:34 PM IST  |  Kolkata

ગાંગુલી-કોહલી-શાસ્ત્રીએ સતત સારું કામ કરતા રહેવું જોઈએ : સચિન તેન્ડુલકર

સચિન તેંડુલકર

સચિન તેન્ડુલકરનું કહેવું છે કે ક્રિકેટની ત્રિપુટીએ સતત સારું કામ કરતા રહેવું જોઈએ. આ ત્રિપુટી એટલે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી, ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને રવવિ શાસ્ત્રી. આ વિશે વધુ જણાવતાં સચિને કહ્યું હતું કે ‘મારું માનવું છે કે આપણી ટીમ હાલમાં સારી પોઝિશનમાં છે. આ સ્ટેજ પર કોઈ પણ ટીમની ટીકા કે અપમાન કર્યા વગર હું એમ કહીશ કે ઇન્ડિયાને ટક્કર આપી શકે એવી બે-ત્રણ જ ટીમ છે. આથી આપણી આ ત્રિપુટી જે કરી રહી છે એ સારું કામ ચાલુ રાખશે તો ક્રિકેટને વધુ આગળ લઈ જશે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

ટેસ્ટ મૅચ માટે ડે-નાઇટ જ ઑપ્શન ન હોવો જોઈએ : વિરાટ કોહલી
વિરાટ કોહલીનું કહેવું છે કે ટેસ્ટ મૅચ માટે ડે-નાઇટ ટેસ્ટ એકમાત્ર વિકલ્પ ન હોવો જોઈએ. આજથી શરૂ થઈ રહેલી ઇન્ડિયા-બંગલા દેશ વચ્ચેની પહેલી ડે-નાઇટ ટેસ્ટ ખૂબ જ ચર્ચામાં છે. આ ટેસ્ટને ઐતિહાસિક ટેસ્ટ ગણવામાં આવી રહી છે. જોકે આ વિશે વિરાટ કોહલીનું કહેવું છે કે ‘ટેસ્ટ ક્રિકેટ ફક્ત આ જ રીતે રમવામાં આવે એવું ન હોવું જોઈએ. જો ડે-નાઇટ જ હોય તો સવારના પહેલા સેશનનો ચાર્મ નહીં રહે. તમે ટેસ્ટ ક્રિકેટમાં એક્સાઇટમેન્ટ લાવી શકો છો, પરંતુ ફક્ત એન્ટરટેઇનમેન્ટનો જ સહારો લઈને ટેસ્ટ ન રમી શકાય.’

cricket news sachin tendulkar virat kohli sourav ganguly ravi shastri team india