ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામે ડે-નાઇટ ટેસ્ટ રમશે ઇન્ડિયા : ગાંગુલી

17 February, 2020 12:04 PM IST  |  New Delhi

ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામે ડે-નાઇટ ટેસ્ટ રમશે ઇન્ડિયા : ગાંગુલી

સૌરવ ગાંગુલી

ઇન્ડિયા અને બંગલા દેશ વચ્ચે ગયા વર્ષે નવેમ્બરમાં કલકત્તામાં પહેલી ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાઈ હતી. ત્યાર બાદ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ભારતની ટીમ સાથે ડે-નાઇટ ટેસ્ટ રમવાની વિનંતી કરી હતી જેને વિરાટ કોહલી અને અન્ય અધિકારીઓએ સ્વીકારી હતી. આ સંદર્ભે ગઈ કાલે યોજાયેલી ભારતીય ક્રિકેટ બોર્ડની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બન્ને ટીમ વચ્ચે વર્ષના અંતે ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમાશે. ટીમ ઇન્ડિયા જ્યારે વર્ષના અંતે ઑસ્ટ્રેલિયા જશે ત્યારે આ મૅચનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટર્સ અસોસિએશને ઍડહૉક ધોરણે બે કરોડ રૂપિયાનું ભંડોળ આપવાનો નિર્ણય લીધો છે. આ વિશે ગાંગુલીએ કહ્યું હતું કે ‘ડે-નાઇટ ટેસ્ટ રમાશે અને એની પબ્લિક જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. ઇંગ્લૅન્ડ સામે આવતા વર્ષે રમીશું અને ઑસ્ટ્રેલિયા સામે પણ રમીશું.’

sourav ganguly australia england