પિચ સારી છે અને હું ઘણો ઉત્સુક છું : સૌરવ ગાંગુલી

21 November, 2019 12:03 PM IST  |  Mumbai

પિચ સારી છે અને હું ઘણો ઉત્સુક છું : સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

આવતી કાલથી ભારત અને બંગલા દેશ વચ્ચે બીજી ટેસ્ટ મૅચ શરૂ થાય એ પહેલાં જ સૌરવ ગાંગુલીએ પિચની ચકાસણી કરી લીધી છે. આ પહેલી ડે-નાઇટ હોવાને લીધે ઐતિહાસિક મૅચ રહેશે. આ વિશે ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ ગાંગુલીએ કહ્યું હતું કે ‘પિચ સારી દેખાઈ રહી છે. હું ઘણો ઉત્સુક છું. તમે જોશો તો ખબર પડશે કે શરૂઆતના ચાર દિવસની બધી ટિકિટો વેચાઈ ગઈ છે. ખાલી સ્ટેન્ડ સામે ઇન્ડિયન પ્લેયર્સે રમવું પડે એનો અફસોસ તેમને ન થાય એ જરૂરી છે. આ મૅચ ઘણી રોચક હોવાની છે.’
ગાંગુલી ઉપરાંત રવિ શાસ્ત્રીએ પણ ઈડન ગાર્ડન્સની પિચનું નિરીક્ષણ કર્યું હતું.

sourav ganguly kolkata