ભારતીય ટીમના કોચ રવી શાસ્ત્રીને લઇને ગાંગુલીએ પહેલીવાર આપી પ્રતિક્રિયા

25 August, 2019 07:05 PM IST  |  Mumbai

ભારતીય ટીમના કોચ રવી શાસ્ત્રીને લઇને ગાંગુલીએ પહેલીવાર આપી પ્રતિક્રિયા

Mumbai : ભારતીય ટીમના કોચ તરીકે રવી શાસ્ત્રીની બીજીવાર પસંદગી થઇ છે. ત્યારે ભારકતના પુર્વ સુકાની સૌરવ ગાંગુલીએ આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.  ગાંગુલીએ કહ્યું કે રવિએ છેલ્લા કેટલાક વર્ષોથી કામ કર્યું છે. હું આશા રાખું છું કે તેઓ ભવિષ્યમાં વધુ સારું કામ કરશે. તેણે વધુમાં કહ્યું હતું કે, "તેમની પસંદગી દરમિયાન રેકોર્ડને ધ્યાનમાં રાખવામાં આવ્યા હશે." 16 ઓગસ્ટે શાસ્ત્રીને કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ટોમ મૂડી, રોબિન સિંઘ, માઇક હ્યુસન અને લાલચંદ રાજપૂતનો પણ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો.

 

સ્પોર્ટ્સ મેગેઝિન સ્પોર્ટ્સસ્ટારને આપેલા ઇન્ટરવ્યુમાં ગાંગુલીએ કહ્યું, "ટીમ ઇન્ડિયા હવે પછીની બે મોટી ટૂર્નામેન્ટોમાં (ટી20 વર્લ્ડ કપ 2020 અને 2021) માં સારું પ્રદર્શન કરશે." છેલ્લી વખત જ્યારે શાસ્ત્રીની કોચ તરીકે પસંદગી કરવામાં આવી ત્યારે, ગાંગુલી ખુશ નહોતો.

 

વિદેશી કોચની જરૂર 2000ના દાયકામાં હતી

સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું ભારતીય કોચનો મોટો સમર્થક છું. તેઓ ખેલાડીઓ સાથે સારી વાત કરે છે. તેઓ માનસિકતાને સમજે છે. હું એમ નથી કહી રહ્યો કે વિદેશી કોચ અલગ છે. 2000ના દાયકામાં પરિવર્તન દરમિયાન, યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવા અને આગળ વધવા માટે અમને વિદેશી કોચની જરૂર હતી, પરંતુ હું ખૂબ જ ખુશ છું કે આપણા દેશના કોચને પ્રાથમિકતા આપવામાં આવે છે. તે સાચું છે, કારણ કે તેઓએ ઘણા પ્રયત્નો કર્યા છે.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

જૂના સપોર્ટ સ્ટાફમાંથી માત્ર બાંગરની બાદબાકી થઇ
ભારતીય ટીમના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ વર્લ્ડ કપ પછી સમાપ્ત થયો. ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસને ધ્યાનમાં રાખીને કરાર 45 દિવસ સુધી વધારવામાં આવ્યો. બાદમાં શાસ્ત્રી કોચ તરીકે ચૂંટાયા હતા. તે જ સમયે, બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર.કે. શ્રીધરને પણ ટીમ સાથે જાળવી રાખ્યો હતો. જો કે સંજય બંગરને બેટિંગ કોચના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. તેમના પછી વિક્રમ રાઠોરનું બેટિંગ કોચ તરીકે ચયન થયું હતું.

cricket news sourav ganguly ravi shastri team india