ગ્રેગ ચૅપલ મને કૅપ્ટન બનાવીને પોતે KKRનો કોચ બનવા માગતો હતો : સૌરવ ગાંગુલી

26 June, 2026 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૌરવ ગાંગુલીએ એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે...

સૌરવ ગાંગુલી

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ભૂતપૂર્વ હેડ કોચ અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્રેગ ચૅપલ વિશે મોટો ખુલાસો કર્યો છે. ૨૦૦૦ના દાયકાના મધ્યમાં ભારતીય ટીમમાં સૌરવ ગાંગુલી સાથે ઘણા મતભેદ રહ્યા હોવા છતાં હેડ કોચ ગ્રેગ ચૅપલે IPL 2011માં કોલકાતા નાઇટ રાઇડર્સને ચોંકાવનારો ઈ-મેઇલ કર્યો હતો.

સૌરવ ગાંગુલીએ એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૧માં જ્યારે ત્રણ સીઝન બાદ KKR મને રિલીઝ કરવાની હતી ત્યારે ટીમ અને મને ગ્રેગ ચૅપલની ઈ-મેઇલ મળી હતી. તે ટીમનો કોચ બનવા માગતો હતો અને મને કૅપ્ટન તરીકે જાળવી રાખવા માગતો હતો. પહેલાં તો મને એ નકલી ઈ-મેઇલ લાગી હતી. હું એને જવાબ આપતો નથી. હું એવા લોકોને જવાબ આપતો નથી જે પ્રામાણિક નથી.’ 

indian premier league sourav ganguly cricket news sports sports news