કોરોનાની સ્થિતિથી અપસેટ થઈ દાદાએ કહ્યું, મારે આનો જલદીથી ઉકેલ લાવવો છે

04 May, 2020 12:21 PM IST  |  Kolkata | Agencies

કોરોનાની સ્થિતિથી અપસેટ થઈ દાદાએ કહ્યું, મારે આનો જલદીથી ઉકેલ લાવવો છે

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી કોરોનાને લીધે સર્જાયેલી પરિસ્થિતિથી ઘણા અપસેટ થયા છે અને એનો જલદીથી ઉકેલ લાવવા માગે છે.

ગાંગુલીએ કહ્યું કે ‘આપણે એક મહિનાથી વધારે સમય સુધી લૉકડાઉનમાં છીએ. શરૂઆતમાં તો મને કંઈ વાંધો નહોતો. મારી જીવનશૈલી એવી છે કે મારે રોજેરોજ ટ્રાવેલિંગ કરવું પડે છે. હમણાં પરિવાર સાથે સમય વિતાવવો ગમે છે, કેમ કે લાંબા સમય બાદ મને આ તક મળી છે, પણ સાથે-સાથે લોકોની રોજની પરિસ્થિતિ જોઈને હું ઘણો અપસેટ થઈ જાઉં છું કેમ કે બહાર ઘણા બધા લોકોને અસર પહોંચી રહી છે. આપણે હજી સુધી આ બીમારીની દવા શોધી શક્યા નથી. વિશ્વનું જે વાતાવરણ છે એ જોઈને મને ચિંતા થાય છે. ક્યારે આ બધું થાળે પડશે એની કંઈ ખબર નથી. આ બીમારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મારા ઘરે ગ્રોસરી, શાકભાજીવાળા આવે છે જેથી મને વધારે ચિંતા થાય છે. હું આ બધાનો જલદીથી ઉકેલ લાવવા માગું છું.’

sourav ganguly board of control for cricket in india cricket news sports news