ગાંગુલીએ ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે લોન્ચ કર્યા ઓફિશિયલ મોસ્કોટ પિંકુ-ટિંકુ

18 November, 2019 12:00 PM IST  |  Kolkata

ગાંગુલીએ ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે લોન્ચ કર્યા ઓફિશિયલ મોસ્કોટ પિંકુ-ટિંકુ

કોલકત્તાનું ઇડન ગાર્ડન ભારતીય ક્રિકેટ ઇતિસાહમાં એક નવું કિર્તીમાન સ્થાપવા જઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા પોતાની પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાન પર રમશે અને તેના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઇડન ગાર્ડન મેદાન પર તેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગાંગુલીએ ડે-નાઇટ ટેસ્ટનો મોસ્કોટ પિંકુ-ટિંકુ લોન્ચ કર્યોં
ટીમ ઇન્ડિયા પોતાની પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા જઇ રહ્યું છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ મેચ પહેલા ઓફિશિયલ મોસ્કોટ
પિંકુ-ટિંકુને લોન્ચ કર્યો હતો. સૌરવ ગાંગુલીએ ડે નાઇટ ટેસ્ટ મેચની ટીકિટ અને મોસ્કોટ પિંકુ-ટિંકુસાથે સોશિયલ મીડિયામાં પોતાનો ફોટો શેર કર્યો હતો.



ઇડન ગાર્ડનમાં ગાંગુલીએ ગુલાબી ફુગ્ગો પણ હવામાં તરતો મુક્યો હતો

ઓફિશિયલ મોસ્કોટ પિંકુ-ટિંકુના લોન્ચ દરમિયાન ઈડન ગાર્ડન્સમાં ગાંગુલીએ એક મોટો ગુલાબી ફુગ્ગો હવામાં તરતો મુક્યો હતો, જે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ઐતહાસિક ટેસ્ટના અંત સુધી તેને હવામાં લહેરાતો જોઈ શકાશે. શહેરમાં મહત્વપૂર્ણ સ્થળ જેવા કે, શાહિદ મીનાર અને સૌથી મોટી ઈમારત 42, અને કલકત્તા નગર નિગમના બગીચામાં પણ ગુલાબી લાઈટ્સ લગાવવામાં આવી છે.

હુગલી નદીમાં જગમતિ ગુલાબી બોલવાળી નોકા પણ તરતી મુકી હતી
હુગલી નદીમાં જગમગતિ ગુલાબી બોલવાળી નૌકા પણ જોવા મળી છે.
22 દિવસ નવેમ્બર સુધી આ સવારી હાવાડા બ્રિજ અને વિદ્યાસાગર સેતુ વચ્ચે ચાલશે. ટાટા સ્ટીલ બિલ્ડિંગમાં 20મી નવેમ્બરથી 'થ્રી ડી મેપિંગ' કરવામાં આવશે. માઇજર્સ ક્લબ પહેલી રાતથી જ ગુલાબી રંગથી જગમગી રહી છે. અન્ય કેટલીક ઇમારતો પર આવી લાઈટ્સો લગાવવામાં આવશે તેવી આશા છે.

આ પણ જુઓ : જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...

શહેરમાં હોર્ડિંગ અને
LED બોર્ડ પણ લગાવવામાં આવ્યા
બંગાળ ક્રિકેટ એસોશિએશને જણાવ્યું હતું કે
, આ મેચની જાહેરાત માટે શહેરમાં 12 હોર્ડિંગ, 3 LED બોર્ડ લગાવ્યા છે, સાથ સાથે સોમવારથી આ જાહેરાતો બસમાં પણ લગાવવામાં આવશે.

cricket news sports news sourav ganguly team india board of control for cricket in india