ટી૨૦ મહિલા ક્રિકેટમાં ૩૬ બૉલમાં સેન્ચુરી ન્યુ ઝીલૅન્ડની સોફીના નામે

15 January, 2021 10:20 AM IST  |  Mumbai | Agencies

ટી૨૦ મહિલા ક્રિકેટમાં ૩૬ બૉલમાં સેન્ચુરી ન્યુ ઝીલૅન્ડની સોફીના નામે

ટી૨૦ મહિલા ક્રિકેટમાં ૩૬ બૉલમાં સેન્ચુરી ન્યુ ઝીલૅન્ડની સોફીના નામે

ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ન્યુ ઝીલૅન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇન ૩૬ બૉલમાં સેન્ચુરી ફટકારીને આ ફૉર્મેટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર મહિલા ક્રિકેટર બની હતી. આ સાથે તેણે ૨૦ વર્ષ જૂનો વેસ્ટ ઇન્ડીઝની ડાયંડ્રા ડૉટિનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ડૉટિને ૨૦૧૦માં સાઉથ આફ્રિકા સામે ૩૮ બૉલમાં સેન્ચુરી ફટકારીને ઇતિહાર રચ્યો હતો. ડિવાઇને ૩૮ બૉલમાં ૯ સિક્સર અને ૯ ફોર સાથે ૧૦૮ રન બનાવ્યા હતા અને ટીમને માત્ર ૮.૪ ઓવરમાં જીત અપાવી હતી.
પુરુષ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ટી૨૦ સેન્ચુરીનો રેકૉર્ડ ક્રિસ ગેઇલના નામે છે. ગેઇલે ૨૦૧૩ની આઇપીએલમાં બૅન્ગલોર વતી રમતાં પુણે સામે ૩૦ બૉલમાં સેન્ચુરી ફટકારી હતી.

sports sports news cricket news