ભારતીય મહિલાઓએ હૉન્ગકૉન્ગ સામે ૧૩૭ રનની પોતાની બીજી સૌથી મોટી T20 જીત નોંધાવી

05 September, 2026 04:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૦૧૮માં ભારતને એશિયા કપ દરમ્યાન જ મલેશિયા સામે ૧૪૨ રનની સૌથી મોટી T20 જીત મળી હતી.

મૅચ પછી ભારત અને હૉન્ગકૉન્ગના ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં એક સાથે ગ્રુપ-ફોટો પડાવ્યો હતો.

દુબઈમાં ગુરુવારે હૉન્ગકૉન્ગ સામે વિમેન્સ T20 એશિયા કપ 2026માં ભારતે ૧૩૭ રનની વિશાળ જીત નોંધાવી હતી. ભારતે સ્મૃતિ માન્ધનાએ ૬૪ બૉલમાં રમેલી ૧૨૪ રનની ઇનિંગ્સની મદદથી ૧૯૩/૫નો સ્કોર કર્યો હતો. જવાબમાં હૉન્ગકૉન્ગની ટીમ ૧૬.૨ ઓવરમાં ૫૬ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે દીપ્તિ શર્માએ ૩ વિકેટ, નંદિની શર્મા, શ્રી ચરણી, પ્રેમા રાવતે ૨-૨ વિકેટ લીધી હતી. 
૧૯૩/૫નો સ્કોર વિમેન્સ T20 એશિયા કપમાં કોઈ પણ ટીમનો બીજો મોટો સ્કોર હતો. આ લિસ્ટમાં પહેલા ક્રમે ભારત જ છે. ૨૦૨૪માં ભારતીય ટીમે UAE સામે ૨૦૧/૫નો સ્કોર કર્યો હતો. ૧૩૭ રનની જીત વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ભારતની બીજી સૌથી મોટી જીત હતી. ૨૦૧૮માં ભારતને એશિયા કપ દરમ્યાન જ મલેશિયા સામે ૧૪૨ રનની સૌથી મોટી T20 જીત મળી હતી.

indian womens cricket team asia cup hong kong cricket news sports news sports