24 September, 2025 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025 પહેલાં ભારતીય ક્રિકેટટીમ અને ફૅન્સનો આત્મવિશ્વાસ વધે એવી અપડેટ સામે આવી છે. ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં બૅક-ટુ-બૅક સદી સાથે ૩૦૦ રન ફટકારનાર ભારતીય ઓપનર સ્મૃતિ માન્ધનાએ પોતાનું નંબર-વન વન-ડે બૅટરનું સ્થાન જાળવી રાખ્યું છે. તેને પોતાની કરીઅરનું સર્વોચ્ચ ૮૧૮ રેટિંગ મળ્યું છે.
વન-ડે બોલિંગ રૅન્કિંગમાં ઑફ સ્પિનર દીપ્તિ શર્મા ૬૫૧ રેટિંગ પૉઇન્ટ સાથે બે સ્થાન ઉપર ચડીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બૅટિંગ રૅન્કિંગમાં ૬૦૭ રેટિંગ પૉઇન્ટ અને છ સ્થાનની છલાંગ સાથે તે ૧૮મા ક્રમે આવી ગઈ છે. મીડિયમ ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડ (૪૨૩ રેટિંગ પૉઇન્ટ) ૨૩ સ્થાનનો કૂદકો મારી બોલિંગ રૅન્કિંગમાં ૩૯મા ક્રમે પહોંચીને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાની પ્રભાવશાળી શરૂઆત ચાલુ રાખી છે.