શુભમન ગિલ ચાર વખત ICC મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતનાર પહેલો ક્રિકેટર બન્યો

13 August, 2025 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાબર આઝમનો ત્રણ વખતનો રેકૉર્ડ તોડ્યો, વર્ષ ૨૦૨૫માં બીજી વાર આ અવૉર્ડ જીત્યો શુભમન

શુભમન ગિલ

ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં ૭૫૪ રન ફટકારીને જુલાઈ મહિના માટે ICC મેન્સ પ્લેયર ઑફ ધ મન્થનો અવૉર્ડ જીત્યો છે. ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટોક્સ અને સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડર વિઆન મલ્ડરને હરાવીને તે આ અવૉર્ડ જીત્યો છે. તે ચાર વખત ICC મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતનાર પહેલો ક્રિકેટર બન્યો છે. આ મામલે તેણે પાકિસ્તાનના બાબર આઝમનો ત્રણ વખતનો રેકૉર્ડ તોડ્યો છે.

શુભમન ગિલે આ પહેલાં વર્ષ ૨૦૨૩માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં, જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં આ અવૉર્ડ જીત્યો હતો. તેના સિવાય ચાર વખત ICCનો આ અવૉર્ડ જીતવાનો રેકૉર્ડ માત્ર ઑસ્ટ્રેલિયાની ઍશ્લી ગાર્ડનર અને વેસ્ટ ઇન્ડીઝની હેલી મૅથ્યુઝે કર્યો છે. આ અવૉર્ડ જીત્યા બાદ શુભમન ગિલે કહ્યું કે ‘બર્મિંગહૅમ (એજબેસ્ટન ગ્રાઉન્ડ)માં ફટકારેલી બેવડી સદી એક એવી સિદ્ધિ છે જેને હું હંમેશાં યાદ રાખીશ અને એ મારી ઇંગ્લૅન્ડ ટૂરની ખાસ ક્ષણોમાંની એક છે. મને ખાતરી છે કે બન્ને ટીમના પ્લેયર્સ આ સિરીઝને લાંબા સમય સુધી યાદ રાખશે.’

shubman gill indian cricket team cricket news international cricket council india babar azam test cricket sports news sports