ડ્રેસિંગ રૂમમાં વિરાટ-પુજારા સાથે રહેવાથી મને ખૂબ જ ફાયદો થયો:શુભમન ગિલ

08 November, 2019 11:52 AM IST  |  Rajkot

ડ્રેસિંગ રૂમમાં વિરાટ-પુજારા સાથે રહેવાથી મને ખૂબ જ ફાયદો થયો:શુભમન ગિલ

શુભમન ગિલ

 યુવા ભારતીય બૅટ્સમૅન શુભમન ગીલનું માનવું છે કે સિનિયર ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરવાથી તેમના જેવા યુવા ખેલાડીઓને ખૂબ જ ફાયદો થાય છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ૧૫ ખેલાડીઓમાં શુભમન ગિલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેને એક પણ ટેસ્ટમાં પ્લેઇન ઇલેવનમાં સ્થાન નહોતું મળ્યું. એક પણ ટેસ્ટમાં મોકો ન મળવા છતાં કૅપ્ટન વિરાટ કોહલી, ચેતશ્વર પુજારા, અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓ સાથે રહેવાથી ખુશ શુભમન ગીલે અંધેરીમાં આયોજિત ટર્ન ટાઉન ધ હિટ વીથ સિનથોલ લાઇમ ઍન્ડ સિન્થોલ કૂલ સોપ નામક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘મને આફ્રિકા સામેની સિરીઝમાં ખૂબ શીખવાનું મળ્યું. તમે જ્યારે સિનિયર ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરો છે ત્યારે જાણવા મળે છે કે મૅચ પહેલાં તેઓ કેવી તૈયારી કરે છે. બૅટિંગ કરવા જતી વખતે તેઓ કઈ રીતે એકાગ્રતા મેળવે છે, મૅચની પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે તેમને ઢાળે છે અને કેવી રીતે તેમની ઇનિંગ્સને આગળ વધારે છે.’
શુભમન ગિલ ટીમ ઇન્ડિયા વતી બે વન-ડે રમી ચૂક્યો છે અને આગામી બંગલા દેશ સામેની બે વન-ડે મૅચની સિરીઝમાં પણ તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

virat kohli cheteshwar pujara