શ્રેયસે કર્યો ખુલાસો, કઈ રીતે રોહિત શર્માએ દર્શાવી કેપ્ટનશિપની તાકાત

11 November, 2019 06:26 PM IST  |  Mumbai Desk

શ્રેયસે કર્યો ખુલાસો, કઈ રીતે રોહિત શર્માએ દર્શાવી કેપ્ટનશિપની તાકાત

ભારતીય ટીમે બાંગ્લાદેશને ત્રણ મેચની ટી-20 સીરીઝની છેલ્લી મેચમાં 30 રની હરાવીને સીરીઝ પોતાને નામ કરી લીધી. જો કે, મેચ અને સીરીઝ ભારતીય ટીમ કઈ રીતે જીતી તેનો ખુલાસો મિડલ ઑર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે કર્યો છે. અય્યરે જણાવ્યું કે કેવી રીતે મેચ દરમિયાન રોહિત શર્માએ ખેલાડીઓને મોટિવેટ કર્યા અને ટીમને જીત અપાવી.

મેચ પછી શ્રેયસ અય્યરે ખુલાસો કર્યો કે મેચ દરમિયાન એક એવો સમય હતો જ્યારે કૅપ્ટન રોહિત શર્માએ ટીમના બધાં જ ખેલાડીઓને એકસાથે પોતાની પાસે બોલાવ્યા અને તેમની સાથે Pep-talk (એવી વાતો જે નવી ઉર્જા માણસમાં ભરી શકે) કરી જેનાથી ખેલાડીઓને મોટિવેશન મળ્યું. આ જ કારણ છે કે છેલ્લી કેટલીક ઓવરમાં ટીમના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. રોહિતે સાબિત કરી દીધું કે કૅપ્ટનશિપ કરવી એક વાત છે અને તેની જવાબદારી સમજવી એક અલગ વાત છે.

રોહિતે ખેલાડીઓ સાથે કરી વાત
62 રન્સની જબરજસ્ત બેટિંગ કરનારા અય્યરે જણાવ્યું કે, "હાઁ અમે દબાણ અનુભવતા હતા. અમે જાણીએ છીએ કે તે એક સારી ટીમ છે અને કોઇ એવી ટીમ નથી જેને આ ફૉર્મેટમાં સામાન્ય રીતે લેવામાં આવે. અમે છેલ્લી બે મેચમાં જોયું હતું કે તેઓ કેટલી સારી રીતે ક્રિકેટ રમ્યા. અમે આ મેચમાં શરૂઆતમાં થોડા સુસ્ત હતા, પણ મેચ દરમિયાન રોહિત શર્માએ બધાં ખેલાડીઓને એક સર્કલમાં બોલાવ્યા અને Pep talk કરી. આ જ કારણ હતું, જેનાથી ખેલાડીઓ મોટિવેટ થયા અને અમે મેચ જીતી ગયા."

આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

જણાવીએ કે, કેપ્ટન તરીકે રોહિત શર્માનો રેકૉર્ડ સરસ છે. આઇપીએલના સૌથી સફળ કૅપ્ટન રોહિત શર્મા જ છે, જેણે મુંબઈ ઇન્ડિયન્સને ચાર ખિતાબ જીતાડ્યા છે. આ સિવાય આંચરરાષ્ટ્રીય સ્ચર પર તે વનડેમાં એશિયા કપ અને કેટલીય ટી-20 સીરીઝ ભારતીય ટીમને જીતાડી ચૂક્યા છે. આ સિવાય નિદહાસ ટ્રૉફીમાં પણ ભારતીય ટીમે રોહિતની કેપ્ટનશિપમાં જીત મેળવી હતી. રોહિત અત્યાર સુધી એક પણ ટી-20 સીરીઝ કેપ્ટન તરીકે હાર્યો નથી.

cricket news rohit sharma shreyas iyer