22 July, 2025 09:28 AM IST | London | Gujarati Mid-day Correspondent
લોકપ્રિય સ્પૅનિશ ફુટબૉલ ક્લબ બાર્સેલોનાએ ગઈ કાલે પોતાના સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરનો વિડિયો શૅર કર્યો
લોકપ્રિય સ્પૅનિશ ફુટબૉલ ક્લબ બાર્સેલોનાએ ગઈ કાલે પોતાના સોશ્યલ મીડિયા પર ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરનો વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં મુંબઈનો આ ક્રિકેટર બાર્સેલોના ફુટબૉલ ક્લબના મ્યુઝિયમને નિહાળતો જોવા મળ્યો હતો. ક્લબ દ્વારા શ્રેયસને તેના નામવાળી ફુટબૉલ જર્સી ગિફ્ટ કરવામાં આવી હતી. આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી આ જ ફુટબૉલ ક્લબ માટે વર્ષો સુધી રમીને લોકપ્રિય ફુટબૉલર બન્યો હતો.