27 April, 2026 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇરફાન પઠાણ અને શ્રેયસ ઐયર
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયર વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઇરફાન પઠાણે કહ્યું હતું કે ‘વિરાટ કોહલી બાદ ચેઝ-માસ્ટરના ટૅગ માટે શ્રેયસ ઐયર લાયક ખેલાડી છે. તે શાંત, સંયમિત અને દરેક સમયે પ્રેશરમાં પ્રદર્શન કરનાર ખેલાડી છે.’ વિરાટ કોહલી IPLમાં રન-ચેઝ દરમ્યાન ૪૦૦૦ પ્લસ રન કરનાર એકમાત્ર ખેલાડી છે. પંજાબ કિંગ્સે T20 ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ૨૬૫ રનનો ટાર્ગેટ શ્રેયસ ઐયરની આગેવાનીમાં શનિવારે દિલ્હી કૅપિટલ્સ સામે ચેઝ કર્યો હતો. છેલ્લી સીઝનથી અત્યાર સુધી પંજાબે ચાર વખત ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ દરેક મૅચમાં શ્રેયસ ઐયરે ફિફ્ટી ફટકારી છે.
4000 IPL રન ૧૪૦મી મૅચમાં પૂરા કર્યા શ્રેયસ ઐયરે.
૨૦૨૪થી અત્યાર સુધી શ્રેયસ-વિરાટનો રન-ચેઝ રેકૉર્ડ
૨૦૨૪ની સીઝનથી અત્યાર સુધી IPLના સફળ રન-ચેઝમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરમાં રેસ જોવા મળી રહી છે. આ દરમ્યાન વિરાટ કોહલીએ ૧૨ મૅચમાં ૯૯.૮૫ની ઍવરેજ અને ૧૫૧.૯૫ના સ્ટ્રાઇક-રેટથી ૯ ફિફ્ટી ફટકારીને ૬૯૯ રન કર્યા છે. શ્રેયસ ઐયરે ૧૫ મૅચમાં ૧૩૮.૪૦ની ઍવરેજ અને ૧૭૫.૬૮ના સ્ટ્રાઇક-રેટથી ૬૯૨ રન કરીને પોતાની ટીમને જીત અપાવી છે.