ભલે તેને કૅપ્ટન ન બનાવો, પણ ટીમમાં તો લો

23 August, 2025 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એશિયા કપ માટે શ્રેયસ ઐયરને સિલેક્ટ કરવામાં ન આવ્યો એટલે તેના પપ્પા કહે છે...

શ્રેયસ ઐયર તેના પપ્પા સંતોષ ઐયર

T20 એશિયા કપ 2025ની ભારતીય સ્ક્વૉડમાં મુખ્ય પ્લેયર્સ સહિત સ્ટૅન્ડ-બાય પ્લેયર્સમાં પણ સ્ટાર બૅટર શ્રેયસ ઐયરને સ્થાન આપવામાં આવ્યું નહોતું એ વાતથી ક્રિકેટ-ફૅન્સ સહિત તેના પપ્પા સંતોષ ઐયર પણ નિરાશ છે. તેમણે ટીમની જાહેરાત બાદ શ્રેયસ વિશે મોટું નિવેદન આપ્યું છે.

શ્રેયસના પપ્પાએ કહ્યું હતું કે ‘મને ખબર નથી કે શ્રેયસને ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવવા માટે બીજું શું કરવું પડશે. તે દિલ્હી કૅપિટલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ સુધી IPLમાં વર્ષોથી સારું પ્રદર્શન કરી રહ્યો છે અને એ પણ કૅપ્ટન તરીકે. તેણે કલકત્તાને  IPL 2024નું ટાઇટલ અપાવ્યું અને આ વર્ષે પંજાબને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. હું એમ નથી કહેતો કે તેને ભારતીય ટીમનો કૅપ્ટન બનાવો, પરંતુ ઓછામાં ઓછું તેને ટીમમાં સામેલ તો કરો.’

તેઓ વધુમાં કહે છે, ‘ભલે તેને ટીમમાંથી બહાર કરવામાં આવે, તેના ચહેરા પર કોઈ નારાજગી નથી. તે ફક્ત એટલું જ કહેશે કે આ જ મારું ભાગ્ય છે (મેરા નસીબ હૈ). તમે હવે કંઈ કરી શકતા નથી. તે હંમેશા શાંત અને સંયમિત રહે છે. તે કોઈને દોષ આપતો નથી, પરંતુ અંદરથી તે સ્વાભાવિક રીતે નિરાશ છે.’

shreyas iyer indian cricket team t20 asia cup 2025 t20 cricket news sports news sports board of control for cricket in india indian premier league