31 December, 2025 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન શ્રેયસ ઐયરને બરોળની જીવલેણ નીવડી શકે એવી ઇન્જરી થઈ હતી
મુંબઈનો સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયર નવા વર્ષે ફુલ્લી ફિટ થઈને ક્રિકેટ રમવા માટે તૈયારી કરી રહ્યો છે. ભારતની વન-ડે ટીમનો વાઇસ-કૅપ્ટન બૅન્ગલોરમાં સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં ફિટનેસ મૂલ્યાંકનોમાંથી પસાર થઈ રહ્યો છે.
ઑસ્ટ્રેલિયાની ટૂર દરમ્યાન શ્રેયસ ઐયરને બરોળની જીવલેણ નીવડી શકે એવી ઇન્જરી થઈ હતી. અહેવાલ અનુસાર આ ઇન્જરીને કારણે ૩૧ વર્ષના આ સ્ટાર બૅટરનું ૬ કિલો વજન ઘટી ગયું છે. આગામી ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં માટે તે ફિટ જાહેર થશે કે નહીં એના પર સૌની નજર રહેશે.