હાર્દિકની ખોટ વર્તાઈ રહી છે : ધવન

14 February, 2019 07:07 PM IST  | 

હાર્દિકની ખોટ વર્તાઈ રહી છે : ધવન

હાર્દિક પંડ્યા

ભારતીય ઓપનર શિખર ધવને ગઈ કાલે કહ્યું હતું કે ‘પ્રતિબંધિત ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની હાજરી ટીમના સંતુલન માટે જરૂરી છે, પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે ઑસ્ટ્રેલિયાની ટીમ સામે વર્તમાન વન-ડે સિરીઝમાં પાંચમા બોલરની ખોટ વર્તાઈ રહી છે.’

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વન-ડે આજે રમાશે. ધવને કહ્યું હતું કે ‘હાર્દિકની હાજરીથી સંતુલન બને છે એ ઘણું મહkવનું હશે. કેદાર જાધવ રમે ત્યારે પણ તેની ઑફ સ્પિનની ઓવરો ઘણી મહkવની હોય છે. હું એમ કહીશ કે તે અમારો ગોલ્ડન આર્મ છે તેમ જ હંમેશાં વિકેટ લે છે. તેણે ઘણી વખત મહkવની પાર્ટનરશિપને તોડી છે.’

અહમદ અને સિરાજ વિશે ધવને કહ્યું હતું કે ‘તેમની બોલિંગને લઈને કોઈ ચિંતા નથી. તેઓ નવા છે, અનુભવ સાથે સુધારો થશે. અમારે તેમને સાથ આપવાનો છે. આ સિરીઝ જીતવી ઘણી જરૂરી છે. ટેસ્ટ અને વન-ડે શ્રેણી જીતવી મહkવની છે. અમે છેલ્લી મૅચમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. અમે ખુશ છીએ કે ધોનીએ પોતાનું ફૉર્મ મેળવી લીધું છે. તેના જેવો બૅટ્સમૅન સામેના છેડા પર રહેલા બૅટ્સમૅનનો આત્મવિશ્વાસ વધારી દે છે.’

આ પણ વાંચોઃ વહીવટદારોએ હાર્દિક અને રાહુલ મામલે ઝડપી નિર્ણય લેવા લોકપાલની નિયુક્તિની કરી માગણી

મેલબર્ન વન-ડે વિશે તેણે કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયા એક સારી ટીમ છે. જોકે તેમને સ્મિથ અને વૉર્નરની ખોટ વર્તાઈ રહી છે. અમારી પાસે ભુવનેશ્વર અને શમી જેવા અનુભવી બોલરો છે.’

 

hardik pandya shikhar dhawan australia cricket news sports news