06 May, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને બૉલીવુડની ગ્લૅમરસ સ્ટાર જૅકલિન ફર્નાન્ડિસ સાથે એક સરપ્રાઇઝ કોલૅબરેશનની જાહેરાત
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને બૉલીવુડની ગ્લૅમરસ સ્ટાર જૅકલિન ફર્નાન્ડિસ સાથે એક સરપ્રાઇઝ કોલૅબરેશનની જાહેરાત કરી હતી. શિખર અને જૅકલિનની જોડી યુટ્યુબ પર બેસોસ નામના એક વિડિયો-સૉન્ગમાં ચમકશે. આ સૉન્ગના પોસ્ટરમાં આપેલી માહિતી અનુસાર આજે છઠ્ઠી મેએ સૉન્ગનું ટીઝર, જ્યારે આઠમી મેએ ફુલ સૉન્ગ સવારે ૧૧ વાગ્યે રિલીઝ થશે. ભારતની શ્રેયા ઘોષાલ અને વિદેશી રૅપર કાર્લ વાઇન આ સૉન્ગના મુખ્ય સિંગર હોવાથી ફૅન્સ વચ્ચે ઉત્સુકતા વધી છે.