ઋતુરાજ પર ભારે પડી શેલ્ડનની સદી

03 December, 2022 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રને પાંચ વિકેટે હરાવી સૌરાષ્ટ્ર બીજી વખત જીત્યું વિજય હઝારે ટ્રોફી

ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ અને સૌરાષ્ટ્રનાે કૅપ્ટન જયદેવ ઉનડકટ

સિનિયર બૅટર શેલ્ડન જૅક્સનના અણનમ ૧૩૩ રનની મદદથી સૌરાષ્ટ્ર અમદાવાદમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં મહારાષ્ટ્રને પાંચ વિકેટે હરાવીને બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ બૅટિંગ કરતાં મહારાષ્ટ્રએ કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડની સતત બીજી સદી (૧૩૧ બૉલમાં ૧૦૮ રન) મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૪૮ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર માટે ચિરાગ જાની (૪૩ રન આપીને ૩ વિકેટ)એ હૅટ-ટ્રિક પણ લીધી હતી. જવાબમાં સૌરાષ્ટ્રના જૅક્સને ૧૩૬ બૉલમાં ૧૨ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૧૩૩ રન બનાવ્યા હતા અને ૪૬.૪ ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. 

sports news sports cricket news