શેફાલી જ્યારે નિષ્ફળ જાય છે ત્યાર બાદ તે ખૂબ મહેનત કરે છે : ડૅની વ્યાટ

08 March, 2020 02:28 PM IST  |  Mumbai Desk

શેફાલી જ્યારે નિષ્ફળ જાય છે ત્યાર બાદ તે ખૂબ મહેનત કરે છે : ડૅની વ્યાટ

ડૅની વ્યાટ

ઇંગ્લૅન્ડની ઓપનર ડૅની વ્યાટનું કહેવું છે કે શેફાલી વર્મા જ્યારે નિષ્ફળ રહે છે ત્યારે તે એના પર ખૂબ મહેનત કરે છે. ડૅની વ્યાટનું કહેવું છે કે શેફાલીને અટકાવવા માટે માઇન્ડ ગેમ ખૂબ જરૂરી છે. આ વિશે વાત કરતાં ડૅનીએ કહ્યું હતું કે ‘વીકનેસ ખૂબ જ મહત્ત્વની છે અને શેફાલીને પણ ખબર છે કે તેની વીકનેસ શું છે. ઑસ્ટ્રેલિયાએ ભૂતકાળમાં તેની વીકનેસને આધારે બોલિંગ કરી હતી. તમારે માઇન્ડ ગેમ રમવી જરૂરી છે અને આશા રાખીએ કે શેફાલી એમાં આવી જાય. શેફાલી જ્યારે નિષ્ફળ રહે છે ત્યારે તેના પર તે ખૂબ જ મહેનત કરે છે. ઓપનર તરીકે ટી૨૦માં એક ગજબનું પ્રેશર હોય છે અને એમાં તમે મોટા ભાગે નિષ્ફળ રહો એના ચાન્સ વધુ હોય છે. જોકે શેફાલી જ્યારે નિષ્ફળ રહે ત્યારે તે તનતોડ મહેનત કરે છે. તે પ્રૅક્ટિસ દરમ્યાન સતત બે કલાક સુધી બૅટિંગ કરે છે અને અમારા ટીમના પુરુષ બોલરની પણ તે હાલત ખરાબ કરી નાખે છે.’

sports sports news cricket news