ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા મોકલો, કેટલાકને બે વર્ષ સુધી નૅશનલ ટીમમાં પાછા ન આવવા દો

04 March, 2026 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહિદ આફ્રિદીએ T20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા બાદ પાકિસ્તાની પ્લેયર્સ પરના ૧૬ લાખ રૂપિયાના દંડને બદલે નવી સજાનું સૂચન કરતાં કહ્યું...

શાહિદ આફ્રિદી

મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનના નબળા પ્રદર્શન બાદ ટીમના ખેલાડીઓને દંડ થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહેવાલ અનુસાર વર્લ્ડ કપમાં નબળા પ્રદર્શન બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ સ્ક્વૉડના ખેલાડીઓ પર ભારતીય ચલણ અનુસાર ૧૬ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ આ નિર્ણયને નાની વિચારસરણી અને બિનઅસરકારક ગણાવીને નવી સજાનું સૂચન કર્યું હતું.

શાહિદ આફ્રિદી કહ્યું હતું કે ‘૫૦ લાખ પાકિસ્તાની રૂપિયાના દંડથી શું થશે? આ સજા નાની વિચારસરણી અને બિનઅસરકારક છે. મારા મતે આ દંડ ન ગણી શકાય. જેમણે પ્રદર્શન કર્યું નથી તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવા મોકલવા જોઈએ. કેટલાક ખેલાડીઓ એવા છે જેમને હું માનું છું કે બે વર્ષ પહેલાં પાકિસ્તાન ટીમમાં પાછા ન ફરવા દેવા જોઈએ. આ સજાઓ પૂરતી છે.’

shahid afridi pakistan t20 world cup world cup international cricket council cricket news sports sports news