Wimbledon 2019 : સેરેના અને હાલેપની સેમી ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી

10 July, 2019 02:22 PM IST  |  London

Wimbledon 2019 : સેરેના અને હાલેપની સેમી ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી

સેરેના વિલિયમ્સ અને હાલેપની સેમી ફાઇનલમાં એન્ટ્રી

London : ટેનિસ જગતમાં વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલડન ઓપન 2019 તેના અંતિમ તબક્કા પર પહોંચી ગઇ છે. જેમાં મહિલા વિભાગમાં અમેરિકાની ટેનિસ સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સ્ટાર સિમોના હાલેપે ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ પહેલા વિલિયન્સ પોતાના જ દેશની એલિસન રિસ્કેનાને માત આપી હતી. તો બીજી તરફ હાલેપે ચીનની શુઇ ઝાંગને રોમાંચક મેચમાં હરાવીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.

સેરેનાએ રેસ્કિના સામે બીજો સેટ હાર્યા બાદ શાનદાર કમબેક કર્યું
સેરેના વિલિયમ્સે વિમ્બલડન ઓપન 2019માં 1 કલાક 1 મિનિટ સુધી ચાલેલી મેચમાં રિસ્કેને 6-4, 4-6, 6-3થી પરાજય આપ્યો હતો. રિસ્કેનાએ સારી શરૂઆત કરી અને પ્રથમ સેટમાં શરૂઆતી લીડ મેળવી લીધી હતી. પરંતુ સેરેનાએ આ સેટ પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં રિસ્કેએ વિજય મેળવ્યો અને મુકાબલો ત્રીજા સેટ સુધી પહોંચ્યો હતો. જોકે ત્રીજા સેટમાં સેરેનાએ શાનદાર કમબેક કર્યું હતું અને 6-3થી સેટ અને મેચ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

સેરેનાનો સેમી ફાઇનલમાં બારબોરા સ્ટ્રાકોવા સામે થશે
સેમી
ફાઇનલમાં સેરેનાની સામે ચેક ગણરાજ્યની બારબોરા સ્ટ્રાયકોવા હશે, જેણે એક અન્ય ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનની યોહાના કોન્ટાને 7-6 (7-5)થી પરાજય આપ્યો હતો. બીજી તરફ ચીનની ઝાંગ, હાલેપને પ્રથમ સેટમાં સારી ટક્કર આપવામાં સફળ રહી પરંતુ બીજા સેટમાં રોમાનિયાઇ ખેલાડી ભારે પડી હતી. હાલેપે આ મેચ 7-6 (7-4), 6-1થી પોતાના નામે કરી હતી.

આ પણ જુઓ : યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

એલિના સ્વિતોલિના બીજી સેમિફાઇનલમાં હાલેપની સામે હશે. સ્વિતોલિનાએ અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં ચેક ગણરાજ્યની કૌરોલિના મુચોવાને હરાવી હતી. સ્વિતોલિનાએ મુચોવાને 7-5, 6-4થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

tennis news wimbledon serena williams