ટીમના સિનિયર પ્લેયરોએ સારું રમવાની જવાબદારી લેવી પડશે: વેર્નોન ફિલૅન્ડર

30 September, 2019 02:30 PM IST  |  વિઝિયાનગરમ

ટીમના સિનિયર પ્લેયરોએ સારું રમવાની જવાબદારી લેવી પડશે: વેર્નોન ફિલૅન્ડર

વેર્નોન ફિલૅન્ડર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ઑક્ટોબરથી ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝમાંની પહેલી ટેસ્ટનો પ્રારંભ થશે. આ સિરીઝ શરૂ થાય એ પહેલાં સાઉથ આફ્રિકાના પ્લેયર વેર્નોન ફિલૅન્ડરે કહ્યું છે કે ફૉર્મમાં ચાલી રહેલી ટીમ ઇન્ડિયા સામેની ટેસ્ટ મૅચમાં સારું પર્ફોર્મ કરવાની જવાબદારી ટીમના સિનિયર પ્લેયરોએ લેવી પડશે.

સાઉથ આફ્રિકાની ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની શરૂઆત ભારતમાં ભારત સામે મૅચ રમીને કરશે, જે એને માટે પડકાર હશે. આ સંદર્ભે ફિલૅન્ડરે કહ્યું કે ‘અમારા માટે કદાચ આ એક અઘરી શરૂઆત હશે, પણ મને નથી લાગતું કે સાઉથ આફ્રિકાની ટીમ આ ઉપરાંત બીજુ કંઈ ઇચ્છતી હશે. મોટા-મોટા પ્લેયરો સાથે તેમની જ જમીન પર મૅચ રમ‍વી. મારા ખ્યાલથી અમે બધા આ ચૅલેન્જ માટે તૈયાર છીએ અને આ માત્ર ટીમ વચ્ચે નહીં, પ્લેયરો વચ્ચે પણ સ્પર્ધા રહેશે.’

નોંધનીય છે કે પાછલા કેટલાક સમયમાં સાઉથ આફ્રિકાના હાશિમ અમલા અને ડેલ સ્ટેન જેવા પ્લેયરોએ રિટાયરમેન્ટ લઈ લીધું છે એને કારણે ટીમને અસર થઈ શકે છે. મૅચ વિશે ફિલૅન્ડરે કહ્યું હતું કે ‘આ સિરીઝમાં મોટા ભાગનું ધ્યાન સિનિયર પ્લેયરો પર રહેશે. અહીં આવીને અમે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરીશું. ધીમી શરૂઆત કરવા માટે અમારી ટીમ વખણાય છે, પણ સાથે-સાથે અમારે સંભાળીને સારી શરૂઆત કરવી પડશે.

આ પણ વાંચો : જપાનનો કેન્ટો મોમોટા જીત્યો કોરિયા ઓપનનો ખિતાબ

સ્વાભાવિક છે કે ભારત પાસેથી સારા પ્રદર્શનની આશા રાખવામાં આવતી હોય છે, પણ અમારા જૂના પ્લેયરોની ગેરહાજરીથી અમે થોડા પ્રેશરમાં છીએ. અમે બસ એ આશા રાખીએ છીએ કે ટીમના સિનિયર પ્લેયર સારું પ્રદર્શન કરે અને ટીમના નવા પ્લેયરોને એમાંથી કંઈક શીખવા મળે.’

india south africa cricket news