ક્રિકેટ વર્લ્ડ કપમાં સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિક્તા હશે : ICC

18 March, 2019 04:33 PM IST  |  મુંબઈ

ક્રિકેટ વર્લ્ડ કપમાં સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિક્તા હશે : ICC

ICC World Cup (PC : Twitter)

ન્યૂઝીલેન્ડમાં થોડા દિવસ પહેલા જ આતંકવાદી દ્રારા કરવામાં આવેલ અંધાધુંધ ગોળીબારમાં બાંગ્લાદેશી ક્રિકેટરો માંડ માંડ બચ્યા હતા. જેને પગલે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ રદ્દ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંસ્થા (ICC)એ કહ્યું કે, આ વર્ષે ઈંગ્લેન્ડમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમોની અને મેચ જોવા આવનાર દર્શકોની સુરક્ષાને 'સર્વોચ્ચ પ્રાથમિકતા' આપવામાં આવશે.

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં શુક્રવારે થયેલી ગોળીબારીમાં
50 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ટીમ તેમાંથી એક મસ્જિદની નજીક હતી, પરંતુ તમામ ખેલાડીઓ પોતાનો જીવ બચાવી ભગ્યા હતા. આ હુમલા બાદ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો અને ટીમ સ્વદેશ પરત પહોંચી ગઈ છે.


આ પણ વાંચો : 
ત્રણે ફૉર્મેટની એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર સાતમો બોલર બન્યો રાશીદ ખાન



ICC એ શું કહ્યું...
કરાચીમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ફાઇનલથી અલગ આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડસને કહ્યું કે, સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. સ્પષ્ટ છે કે ન્યૂઝીલેન્ડમાં જે કંઇ થયું તેણે લગભગ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા અને ખાસ કરીને વિશ્વકપ માટે. તેમાં આપણે સુરક્ષાને લઈને સાવધાન રહેવાની જરૂર છે. ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત ઇંગ્લેન્ડમાં 30 મેથી થશે અને 14 જુલાઇ સુધી રમાશે. તેમણે કહ્યું, મને ખ્યાલ છે કે, આઈસીસીના સુરક્ષા નિયામકે બ્રિટનમાં તમામ સુરક્ષા એજન્સીઓની સાથે મળીને આ મુદા પર કામ પૂરી કરી લીધું છે અને તે કોઈ કસર છોડી રહ્યાં નથી.

cricket news sports news