Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રણે ફૉર્મેટની 1 ઇનિંગ્સમાં 5 વિકેટ લેનાર સાતમો બોલર બન્યો રાશીદ ખાન

ત્રણે ફૉર્મેટની 1 ઇનિંગ્સમાં 5 વિકેટ લેનાર સાતમો બોલર બન્યો રાશીદ ખાન

18 March, 2019 11:34 AM IST |

ત્રણે ફૉર્મેટની 1 ઇનિંગ્સમાં 5 વિકેટ લેનાર સાતમો બોલર બન્યો રાશીદ ખાન

અફ્ઘાનિસ્તાના સ્પિનર રાશિદ ખાન

અફ્ઘાનિસ્તાના સ્પિનર રાશિદ ખાન


દહેરાદૂનમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ત્રીજા દિવસે આયર્લેન્ડે ૨૮૮ રન બનાવીને અફઘાનિસ્તાનને જીતવા ફરી બૅટિંગ કરવા મજબૂર કરી દીધી હતી. દિવસના અંતે અફઘાને ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં ૧૪૭ રનના ટાર્ગેટ સામે એક વિકેટે ૨૯ રન બનાવ્યા હતા. આ પહેલાં અફઘાનના રાશીદ ખાને ૮૨ રનમાં પાંચ વિકેટ લઈને હરીફ ટીમને ૨૮૮ રનમાં ઑલઆઉટ કરવામાં નર્ણિાયક ભૂમિકા ભજવી હતી. આ પાંચ વિકેટ સાથે રાશીદ ક્રિકેટના ત્રણે ફૉર્મેટ વન-ડે, ટી૨૦ ઇન્ટરનૅશનલ પછી ટેસ્ટ-મૅચની એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર વિશ્વનો સાતમો ખેલાડી બન્યો હતો. તેની પહેલાં ઉમર ગુલ, ટિમ સાઉધી, અજંથા મેન્ડિસ, લસિથ મલિન્ગા, ઇમરાન તાહિર, ભુવનેશ્વર કુમાર આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. એન્ડ્ર્યુ બલબર્નિીએ ૮૨ અને કેવિન ઓબ્રાયને ૫૬ રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ૫૪ રન બનાવનાર ટિમ મુર્ટાધે ૩૨ બૉલમાં આક્રમક ૨૭ રન બનાવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 11:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK