સૌરાષ્ટ્ર પહેલી વાર રણજી જીત્યું

14 March, 2020 01:36 PM IST  |  Rajkot

સૌરાષ્ટ્ર પહેલી વાર રણજી જીત્યું

હાઉઝ ધ જોશ? : પહેલી વાર રણજી ટ્રોફી જીત્યા બાદ એને સેલિબ્રેટ કરતી સૌરાષ્ટ્રની ટીમ.

સૌરાષ્ટ્રે ગઈ કાલે પહેલી વાર રણજી ટ્રોફી પોતાના નામે કરી હતી. ઇન્ડિયાની પ્રીમિયર ડોમેસ્ટિક કૉમ્પિટિશનમાં સૌરાષ્ટ્રની આ પહેલી જીત છે. ૯ માર્ચથી શરૂ થયેલી આ મૅચમાં સૌરાષ્ટ્રએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે પહેલી ઇનિંગમાં ૪૨૫ રન કર્યા હતા. અર્પિત વસાવાડાના ૧૦૬ રન ખૂબ કામ આવ્યા હતા. અવી બારોટ, વિશ્વરાજ જાડેજા અને ચેતેશ્વર પુજારાની હાફ સેન્ચુરી પણ ટીમને સારા સ્કોરે પહોંચાડવા માટે ખૂબ મહત્ત્વની રહી હતી. ત્યાર બાદ બંગાળની ટીમને તેમણે ૩૮૧ રનમાં ઑલઆઉટ કરી દીધા હતા. તેઓ ફક્ત ૪૪ રનથી પાછળ રહી ગયા હતા. છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર બીજી ઇનિંગમાં ૩૪ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૧૦૫ રન કરી શકી હતી. જોકે રણજીના નિયમ પ્રમાણે મૅચ ડ્રૉ જાય તો જે ટીમની પહેલી ઇનિંગમાં વધુ રન હોય એ ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ મૅચમાં સેન્ચુરી મારવાને કારણે અર્પિતને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.

saurashtra cricket news sports news sports